તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
પૂ.નાગબાઇમાંની શોભાયાત્રામાં ચારણીયા સમાજ ઉમટી પડયો

રાજકોટ : સમસ્ત ચારણીયા સમાજ દ્વારા આજે અષાઢી બીજ નિમિતેરાજકોટમાં પૂ. આઇશ્રી નાગબાઇમાંની દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. માતાજીની ૧૪ ફુંટ ઉંચી પ્રતિમા સાથે મુખ્ય રથ ઉપરાંત બાઇક સવાર યુવાનો અને પરંપરાગત પહેરવેશમાં ચારણીયા સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડયો હતો. શોભાયાત્રાની આગળ વિરાટ ધર્મધ્વજ અને બાદમાં માતાજીનો સુશોભિત રથ રાખવામાં આવ્યો હતો. ડી.જે.ના તાલે આદ્યશક્તિ જગદંબાની ગરબાવલીઓ રથયાત્રામાં સતત ગુંજતી રહી હતી. કિશાનપરા બાલભવન ચોકથી પ્રારંભ થઇ નિયત રૂટ પર ફરીને કિશાનપરા ચોકમાં પરત ફરી રથયાત્રાને વિરામ અપાયો હતો. રથયાત્રા પૂર્ણ થયે મહાપ્રસાદની પણ જ્ઞાતિજનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ ઉપરાંત ગુજરાતભરમાંથી ચારણીયા સમાજ આ શોભાયાત્રામાં ઉમટી પડયો હતો. શોભાયાત્રા સમયની વિવિધ તસ્વીરો અહીં નિહાળી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (
(2:44 PM IST)










