<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજકોટ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાના શિલ્‍પ અનાવૃત અવસરે....

સ્‍નેહ, સમર્પણ, આદર, ઐક્‍ય અને નિર્ભેળ પ્રેમના આરાધક વરિષ્‍ઠ રાજપુરૂષ, કુશળ પ્રશાસક, સમર્થ સર્જક, સર્વાનુપ્રિય

  આજે એક દંતકથા સમાન, મૂલ્‍યોના માનવીની વાત કરવી છે. નમ્ર અને નજાકત માનવતા, ખાનદાનીના પર્યાય સમાન, શ્રેષ્‍ઠ વ્‍યક્‍તિત્‍વ ધરાવતા ઉત્‍કળષ્ટ માનવીની આ વાત છે.

આપ સૌ જાણો છો કે આપણાં સૌના સન્‍મિત્ર, તત્‍વજ્ઞાની અને માર્ગદર્શક, જેના પ્રત્‍યે આપણે સૌ આદરભાવથી, પૂજ્‍યભાવથી સસ્‍નેહ જોતાં રહ્યાં છીએ એવી વ્‍યક્‍તિ, મહામૂલ્‍યવાન માનનીય મનોહરસિંહજી જાડેજા આપણાં સૌના વડીલ બંધુ-મોટાભાઈ એવા ‘દાદા' ના અવિસ્‍મરણીય સંસ્‍મરણો આપણે સૌ સદા સ્‍મરીએ છીએ.

  માનનીય દાદા અને મારા પરિવારના અંતરંગ સંબંધો ૧૧૫ થી ૧૨૦ વર્ષ જુના છે. મારા દાદા-પિતામહ ડાહ્યાભાઈ, દાદાના પિતામહ પ્રાતઃ સ્‍મરણીય સર લાખાજીરાજ બાપુના અંગ્રેજીના શિક્ષક હતાં અને ૧૯૧૭ માં દિવાન સુધી તેમણે સેવાઓ આપેલ. મારા પિતાજી ત્રંબકભાઈ સંઘવી ૧૯૨૮ થી ૧૯૪૮ સુધી, રાજ્‍યના મુખ્‍ય એન્‍જિનિઅર તરીકે રહ્યાં. રાજકોટ રાજ્‍યના સમયમાં તેમણે આજી ડેમ તથા રાજકોટની વિરાસત સમી બધી ઇમરતોનું સર્જન કરેલ હતું. પિતાજીએ ત્રણ રાજવીઓ - સર લાખાજીરાજ, ધર્મેન્‍દ્રસિંહજી અને પ્રધુમનસિંહજીના શાસનમાં કામ કર્યું. મારા સંબંધો ત્રણ રાજવીઓ ઠાકોર સાહેબશ્રી પ્રધુમનસિંહજી, શ્રી મનોહરસિંહજી અને શ્રી માંધાતાસિંહજી સાથેના છે.

  માનનીય દાદા સાથે ૧૯૪૦ થી ૨૦૧૮ - ૭૮ વર્ષના ગાઢ સંબંધો રહ્યાં, વર્ષ ૧૯૪૦ માં કોઠારીયાનાકા બાલમંદિરમાં હું અને દાદા સાથે જતાં, એ દિવસોમાં મને હજુ યાદ છે. ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી તથા દાદાના સમયનાં, રાજ પરિવારના દરેક પ્રસંગોની સંપૂર્ણ વ્‍યવસ્‍થા કરવાનું સૌભાગ્‍ય મને પ્રાપ્ત થયેલ. ૧૯૭૩ માં ના. ઠાકોર સાહેબનું અવસાન, મોટા મા'સાહેબ નરેન્‍દ્રકુમારીબા સાહેબનું આંખનું ઓપરેશન તથા તેમનું અવસાન, બ્રહ્મ ચોર્યાસી, ઇન્‍કમટેક્‍સ / વેલ્‍થ ટેક્‍સની સમસ્‍યાઓ, દ્વારકાના મહેલનું બાંધકામ અને શ્રી માંધાતાસિંહજીના શુભ લગ્ન અવસર સુધીના દરેક પ્રસંગોનું આયોજન કરવાનું થયું.

  માનનીય દાદાએ અભ્‍યાસમાં બી.એ., એલ.એલ.બી. કરી, લંડન જઈ, એલ.એલ.એમ. તથા પબ્‍લીક એડમિનિસ્‍ટ્રેશનમાં તેમણે અભ્‍યાસ કર્યો.

  આપણે જેને ૩૨ લક્ષણ કહીએ છીએ તે બધાં લક્ષણો મા. દાદામાં સંપન્ન હતાં. તેમના સર્વ ગુણોનો મને આવિષ્‍કાર થયો છે અને હું સાક્ષીરૂપ બન્‍યો છું.

આજ્ઞાંકિત પુત્ર, તોહાળ ભાઈ - પ્રહલાદસિંહ હોય - નન્‍હે રાજા, પ્રમીલાકુમારીબા -દરેક સાથેના તોહાળ સંબંધો મેં જોયા છે. વત્‍સલપિતા અને ખરા અર્થમાં ‘દાદા' તરીકે તેમને જાણ્‍યા છે. રાજવી કે કેબિનેટ મંત્રી તરીકે સત્તાનો રુઆબ નહીં, પ્રભાવ મેં જોયો છે, સત્તા ઉપર હોય કે ન હોય, તેમના કાર્યાલયમાં -જાના દરેક વર્ગની ફરિયાદ પોતે સાંભળતા અને યોગ્‍ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીને સુચના આપતા, ધારાસભ્‍ય તરીકે ‘પ્રખર પાર્લમેન્‍ટરીઅન' ની તેમની આગવી ઓળખ હતી, દાદા ધારાસભામાં કોઈ પ્રશ્ન ઉપર બોલવા ઉભા થાય ત્‍યારે સત્તાધારી અને વિપક્ષ - બન્ને પક્ષના સભ્‍યોના હૃદયના ધબકારા વધી જતાં. એક મિત્ર તરીકે તેમણે બધાં સાથે અંતરંગ સંબંધો જાળવી રાખ્‍યા અને દરેકના સારા-નરસા પ્રસંગોએ ઉપસ્‍થિત રહ્યાં. સત્તા ઉપર હોય કે ન હોય, જીઆઇડીસી ના ચેરમન હોય, પબ્‍લિક એકાઉન્‍ટ્‍સ કમિટીના અધ્‍યક્ષ હોય, ધારાસભ્‍ય હોય કે કેબિનેટ મંત્રી હોય - તેઓ હંમેશા પ્રજાના પ્રશ્નોને સરળતાથી ઉકેલવામાં સહાયરૂપ રહ્યાં. વકતળત્‍વકલા તેમને જિહ્વાગ્રહે હતી. એક કલાક સુધી અસ્‍ખલિત તેમનું પ્રવચન હોય, તોય, સભાને તેમને સાંભળવાનો એક લ્‍હાવો હતો.

  રાજકોટ અને ગુજરાતનાં સેવા કાર્યોને સમર્પીત રહી, તેમણે જમ્‍મુ-કાશ્‍મીર કે મહારાષ્‍ટ્રના ગવર્નરપદનો સાબહુમાન અસ્‍વીકાર કરેલો.

  રમતગમતક્ષેત્રમાં તેઓ અગ્રસ્‍થાને રહ્યાં. સૌરાષ્‍ટ્ર રણજી ટ્રોફી ટીમના કેપ્‍ટન રહી, ૧૪ મેચો રમ્‍યા. ટેનિસ અને બેડમિન્‍ટનમાં યુનિવર્સિટી ચેમ્‍પીઅન રહ્યાં. બ્રીજની અટપટી રમતમાં તેઓ નિપુણ રહ્યાં.

  અનેક વિવિધક્ષેત્રમાં નિપુણતાથી કાર્યરત હોવા છતાં, તેમનો અંતરનાદ સાહિત્‍યનો હતો. રાજવી કવિ કલાપીના પરિવાર સાથેના નીકટ સંબંધો, મહાકવિ અને મુર્ધન્‍ય સાહિત્‍યકાર સુરેશભાઈ દલાલ સાથેની અંગત મૈત્રી અને ગઝલ સમ્રાટ ઘાયલ સાથે તેઓ ઘણી સાહિત્‍ય ચર્ચા કરતાં. તેમનો સાહિત્‍યનો રસ એટલો તીવ્ર હતો કે ઘણા વર્ષો સુધી તેમણે કાવ્‍યો અને ગઝલ લખી, જે કાવ્‍ય સંગ્રહ તરીકે ‘કલ્‍પનાવાટે', ‘અનુરાગ' અને ‘અનુગ્રહ' તરીકે ઉપલબ્‍ધ છે. શ્રી સુરેશભાઈ દલાલ કાયમ કહેતા કે ‘આ સાહિત્‍યનો જીવ છે' અને ગદ્ય અને પદ્ય બન્નેમાં તેમની હથોટી અવર્ણનીય હતી.

  માનનીય દાદા માટે જેટલું કહેવાય તે ઓછું જ છે. તેમના ચહેરા ઉપર રાજવી તરીકેનું પ્રખર તેજ રહેતું પરંતુ તેમની આંખોમાં હંમેશા કરૂણાનો ભેજ દ્રશ્‍યમાન હતો.

  તેમના નામનું સ્‍મરણ કરતાં જ, અંતરમાં એક માનવીય આકળતિ, ભરાવદાર શરીર સૌષ્ઠવ, અણીશુદ્ધ નાશિકા, યોગ્‍ય રીતે કંડારેલ દાઢી, મંદ-મંદ હસતું મુખ, વિચારઘેરી, નીડરતાભરી વિશાળ આંખો અને તોહાળ વ્‍યક્‍તિત્‍વ નજરે પડે છે.

  આપણાં રાજકોટના કવિરત્‍ન ત્રિભુવન વ્‍યાસે ૧૯૩૪ માં સર લાખાજીરાજ માટે લખેલા સંસ્‍મરણો દાદાના વ્‍યક્‍તિત્‍વમાં દ્રષ્ટિગોચર થાય છે

  પ્રજાસ્‍મિતાના પયગંબરના, વીર પરાક્રમી નિર્ભય નરના, સદા જીતેન્‍દ્રિય જોગંધરના, સંસ્‍મરણો મધુરા સ્‍કૂરે.

  નરપતિનો આદર્શ ગુણાકાર, જનતાનો સૌજન્‍ય સુધાકર, આજ કહાં એ દેશ દિવાકર, સંસ્‍મરણો મધુરા સ્‍કૂરે.

  જનકલ્‍યાણ તણા વ્રત લીધા, સાધન-સત્તા સૌ ધરી દીધા, સ્‍વતંત્રતાના પૂજન કીધા, સંસ્‍મરણો મધુરા સ્‍કૂરે.

  ઓજશ એવા અવિરત ધરજો, સ્‍વર્ગીય એની પ્રતિભા પ્રસરજો, રાજ્‍ય-પ્રજાને કળતાર્થ કરજો, સંસ્‍મરણો મધુરા સ્‍કૂરે.

  આવા આપણાં સૌના દાદા આજે આપણી વચ્‍ચે નથી, પરંતુ તેમનું આ શિલ્‍પ હંમેશા આપણે સૌને પ્રેરણાનું પાન કરાવશે - તે જ અભિવ્‍યક્‍તિ વ્‍યક્‍ત કરું છું. (૩૭.૩)

:: આલેખન ::

સુરેશ સંઘવી

મો. ૯૯૨૫૦ ૦૯૯૬૬ - રાજકોટ

(2:53 PM IST)