<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ભિમનગર વિસ્‍તારના કે.જી.એન ચીકનમાંથી ૬ કિલો વાસી અખાદ્ય જથ્‍થાનો નાશ

કોઠારીયા, રણુજા રોડ પરના ૧૦ ધંધાર્થીને નોટીસઃ કિશાનપરા વિસ્‍તારમાં આવેલ વોલ્‍કો કયુએસઆરમાંથી આઇસ્‍ક્રીમના ૩ નમુના લેવાયા

 

 

રાજકોટ તા.૨૭: શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારના ખાણી-પીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહયુ છે. જે અંતર્ગત કાલાવાડ રોડ પરના કે.જી.એન ચીકનમાંથી ૬ કિલો અખાદ્ય નોનવેજ ફુડનો નાશ કરવામાં આવ્‍યો હતો. કોઠારીયા- રણુજા રોડ પરના ૧૦ ધંધાર્થીઓ નોટીસ પાઠવવામાં આવી છે તેમજ કિશાનપરા વિસ્‍તારના વોલ્‍કો કયુએસઆર કંપનીમાંથી આઇસ્‍ક્રીમના ૩ નમુના લેવાયા હતા.

આ અંગે મનપાની સતાવાર યાદીમાંૅ જણાવ્‍યા મુજબ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.

૬ કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભિમનગર મેઇન રોડ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘કે.જી.એન. ચીકન' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ પ્રિપેર્ડ નોન-વેજ ફૂડનો કુલ ૦૬ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્‍થોનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

૧૦ને નોટીસ

ફૂડ વિભાગની ટીમ તથા જ્‍લ્‍ષ્‍ વાન સાથે શહેરના કોઠારીયા રણુજા રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

ક્રિષ્‍ના ડેરી ફાર્મ, ભરકાદેવી પાણી પૂરી,ગણેશ પ્રોવિઝન સ્‍ટોર, જયેશ પ્રોવિઝન સ્‍ટોર, મહાકાળી પાણીપુરી, સાંઇ ખીરું, વિશાલ પાણીપૂરી, શ્રીજી એજન્‍સી તથા  શંકરભાઈ પાણીપૂરી,બાલાજી નાસ્‍તા હાઉસ સહિત ૧૦ને  લાઇસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

૩ નમૂના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  (૧)    MIMO DIVINE STRAW BERRY RUSH ICECREAM (FROM 50 MI PACK): તથા (૨)   NIC TENDER COCONUT ICECREAM (FROM 750 MI PACK)  તથા  (૩)   GRAMEEN GUD BADAAM KULFI (FROM 70 MI PACK)તથા વોલ્‍કો QSR કંપની પ્રા.લી., શોપ નં.૦૭, ગ્રા.ફ., કોસ્‍મો કોમપ્‍લેક્ષ, મહિલા કોલેજ ચોક, કિશાનપરા ચોક, રાજકોટ ખાતેથી ૩ નૂમના લેવામાં આવ્‍યા હતા.(૨.૨૦)

(3:02 PM IST)