<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજકોટ તાલુકાના સાતડા ગામની શાળામાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો

રાજકોટ તાલુકાના સાતડા ગામે આવેલ સાતડા પ્રાથમિક શાળામાં બાલવાટીકામાં બાળકોનો શાળા પ્રવેશોત્‍સવ અધિક કલેકટર મેડમ આઇ. કે. ચૌહાણની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. હર્ષભેર બાળકોને શૈક્ષણીક કીટ આપીને પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે સ્‍વાગત પ્રવચન શાળાના આચાર્ય ડિમ્‍પલબેન હેરભાએ કર્યું હતું. આ તકે ઉપસ્‍થિત ગામના સરપંચ, ઉપસરપંચનું શાળાના શૈક્ષણીક સ્‍ટાફે સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડિમ્‍પલબેન હેરભાની આગેવાની હેઠળ એમ.ડી.એમ. સંચાલક ધર્મેશભાઇ કારીયા તથા સ્‍ટાફે સંભાળ્‍યું હતું. તસ્‍વીરમાં પ્રાસંગીક ઉદ્‌બોધન કરતા અધિક કલેકટર મેડમ આઇ. કે. ચૌહાણ તેમની નીચેની તસ્‍વીરમાં ઉપસ્‍થિત ગ્રામ આગેવાનો નજરે પડે છે. 

(3:19 PM IST)