તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 27th June 2025
કિરણ સોસાયટીમાં ઘરમાં પડી જતાં વૃધ્ધ સુરેશભાઇનું મોત
સાધુ વાસવાણી રોડ પર રહેતાં નેપાળી યુવાનનું અને ગોંડલ રોડ પર અને વેલનાથપરામાં રહેતાં બે પ્રોૈઢના બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૭:કોઠારીયામાં જીવન કિરણ સોસાયટીમાં રહેતાં સુરેશભાઇ છગનભાઇ ટાંક (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ઘરમાં પડી જતાં તેમને પગે, શરીરે ઇજાઓ થતાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરવામાં આવી હતી. સુરેશભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. તેઓ અપરિણીત હતાં. ઘરમાં ચાલતી વખતે પડી જતાં આ બનાવ બન્યો હતો.
બીજા બનાવમાં સાધુ વાસવાણી રોડ વિશ્વકર્મા સોસાયટી-૨ તુલસી એપાર્ટમેન્ટમાં સિક્યુરીટી રૂમમાં પરિવાર સાથે રહેતાં અને ચોકીદારી કરતાં ખડકસિગ ગગનસિંગ સાઉદ (ઉ.વ.૪૨) નામના નેપાળી યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું. તેને લિવર કીડનીની બિમારી હતી. તે એક બહેન અને ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્ર છે. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં ગોંડલ હાઇવે ખોડીયાર હોટેલ પાછળ શ્રીજી હાઇટ્સ પાસે રહેતાં શીતલકુમાર વિઠ્ઠલભાઇ માકડીયા નામના બાવન વર્ષના પ્રોૈઢ રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને નિષ્પ્રાણ જાહેર કરવામાં આવતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાઅહી કરી હતી.
ચોથા બનાવમાં મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં દેવજીભાઇ મનજીભાઇ સારેસા (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:00 PM IST)










