News of Friday, 27th June 2025
પાસ્તા, સેવ ટમેટાનું શાક ખાધા બાદ ત્રણ લોકોની હાલત બગડી
થોરાળા વિજયનગરના જાહરાબેન, શબનમબેન, હુશેનભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૭: ભાવનગર રોડ પર થોરાળાના વિજયનગરમાં રહેતાં જુણેજા પરિવારના ત્રણ લોકોને ફૂડ પોઇઝનીંગ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
વિજયનગરના જાહરાબેન હુશેનભાઇ જુણેજા (ઉ.વ.૪૨), શબનમબેન જાવીદભાઇ જુણેજા (ઉ.વ.૩૨) અને હુશેનભાઇ કાસમભાઇ જુણેજા (ઉ.વ.૭૦)ને સવારે ઘરે હતાં ત્યારે ઝાડા-ઉલ્ટી જતાં સારવાર માટે ખસેડાયા હતાં. તેમણે ભોજનમાં પાસ્તા અને સેવ ટમેટાનું શાક ખાધા બાદ તબિયત બગડી હોવાનું જણાવાયું હતું. તબિબે એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરી હતી.
(4:00 PM IST)










