<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સરદાર સ્મારક ટ્રસ્ટ અને વિવેકાનંદ ઇન્સ્ટીટયુટ દ્વારા યોજાયેલ પુસ્તક મેળાને વ્યાપક પ્રતિસાદ


સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ રાજકોટ અને વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ માંડવીના સંયુકત ઉપક્રમે ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન કરાયુ હતુ. સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટ રેસકોર્ષ રીંગરોડ ખાતે યોજાયેલ આ બે દિવસીય પુસ્તક મેળામાં ૨૦ થી વધારે પ્રકાશકોના પુસ્તકો જેમાં નવલકથા, નવલિકા, કાવ્યો, આરોગ્ય, શૈક્ષણિક, બાળવાર્તાઅો, પ્રવાસ, મેનેજમેન્ટ, પ્રેરણાદાયી, ધાર્મિક પુસતકો મુકવામાં આવ્યા હતા. પુસ્તક મેળાનું ઉદ્દઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ઉત્પલભાઇ જાશીના હસ્તે કરવામાં આવેલ. આ તકે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષીતભાઇ પટેલ તથા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઇ ગૌડા તેમજ સંસ્થાના પ્રમુખ જયંતિભાઇ કાલરીયા, મંત્રી અલ્પનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી મનસુખભાઇ જાશી, ધીરૂભાઇ ધાબલીયા, કૌશિકભાઇ મહેતા, સ્મિતાબેન ઝાલા, કમલભાઇ ધામી તેમજ અન્ય શાળા કોલેજાના આચાર્યશ્રીઅો અને શિક્ષકો ઉપસ્થિત રહેલ. બે દિવસના આ પુસ્તક મેળામાં શાળા કોલેજના વિદ્યાર્થીઅો, શિક્ષકો તથા અન્ય સંસ્થાના કર્મચારીઅો અને પુસ્તકપ્રેમી નગરજનોઍ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ માંડવીના કર્મચારીઅો તથા સરદાર સ્મારક ટ્રસ્ટના કર્મચારીઅોઍ જહેમત ઉઠાવી હતી. (૧૬.૧)

(4:52 PM IST)