<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

રાજકોટના નાના મવા કૈલાશધામ જગન્નાથ મંદિરથી 18મી રથયાત્રા નીકળી:અઘોરીઓના શિવ તાંડવ અને કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા

ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા ; 26 કિલોમીટરની રથયાત્રામાં 1740 પોલીસ જવાનો અને ડ્રોનથી ચેકિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટના નાના મવા કૈલાશધામ જગન્નાથ મંદિરથી 18મી રથયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રામાં અઘોરીઓના શિવ તાંડવ અને કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 26 કિલોમીટરની આ રથયાત્રામાં 1740 પોલીસ જવાનો અને ડ્રોનથી ચેકિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ સિવાય સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.

    અષાઢી બીજના શુભ દિવસે નાના મવા ખાતે આવેલા કૈલાશધામના જગન્નાથ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી. સતત 18માં વર્ષે યોજાયેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સાધુ-સંતો અને ભજન મંડળીઓ ભક્તિભાવથી જોડાઇ હતી. 

   ઉજ્જૈનથી આવેલા આ અઘોરીઓએ શિવ તાંડવની ઝાંખી, અવનવા કરતબો અને નૃત્ય દ્વારા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની પરંપરાગત રીતિ-રિવાજો અને પ્રસ્તુતિઓએ યાત્રામાં આધ્યાત્મિક માહોલ ઉભો કર્યો હતો. શિવ ભક્તિ અને ત્યાગના પ્રતિક એવા અઘોરીઓની હાજરીથી યાત્રામાં અનોખું આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. રાજવી પરિવારમાંથી માંધાતાસિંહ જાડેજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી અને રથ ખેંચી યાત્રાની વિધિવત રીતે શરૂઆત કરાવવામાં આવી હતી.  

 

(8:25 PM IST)