News of Saturday, 28th June 2025
રેલનગરમાં નવા ફીડરો શરૂ કરવા અંગે ધારાસભ્ય લીંબડ જશ ખાટવાનો પ્રયત્ન કરે છેઃ અતુલ રાજાણી
કોંગ્રેસ આગેવાનોએ અનેક વખત લેખીત-મૌખીક રજુઆતો કરી તેનું આ પરિણામ છે

રાજકોટ તા. ર૮: શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી ની યાદી મુજબ વોર્ડ નંબર ત્રણના રેલનગર વિસ્તારમાં વસ્તીમાં બહોળો વધારો થયો છે જેને પગલે વીજ ગ્રાહકોની સંખ્યામાં પણ ઉતરોતર વધારો થયો છે. અને વીજ લોડ ને પગલે આ વિસ્તારમાં વીજ ધાંધિયા, છાસવારે વીજબતી ગુલ થવાની સમસ્યા માંથી કાયમી છુટકારો મળે એટલા માટે રેલ નગર વિસ્તારના સંતોષીનગર વિસ્તારના રહેવાસીઓની રજૂઆતોના પગલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પીજીવીસીએલના એમ.ડી, એક્ઝિકયુટ ઇજનેર, ડેપ્યુટી ઇજનેર સમક્ષ ભૌગોલિક ધોરણે સબ ડિવિઝનના વિસ્તારની વહેંચણી કરવી અને રાજકોટની વસ્તી જનસંખ્યાના આધારે ચોથી ડિવિઝન ઓફિસ નું નિર્માણ કરવા અને રેલ નગર વિસ્તારમાં થતા વીજ ધાંધિયા થી ત્રસ્ત લોકોને કાયમી નિરાકરણ માટે વિસ્તળત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પણ સ્મળતિપત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવી છે જે પીજીવીસીએલ તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે.
તાજેતરમાં નજીવા વરસાદે ફરીથી આ વિસ્તાર માં કલાકો સુધી લાઈટ જતી રહેતા તારીખ ૧૭/૬/૨૦૨૫ના પヘમિ ગુજરાત વીજકંપનીના લક્ષ્મીનગર સ્થિત એમ.ડી.ને અને સીટી વનના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ કરવા અપીલ કરવામાં આવી હતી.
ઉપરોક્ત તમામ રજૂઆતો ને ધ્યાનમાં લઇ પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ સમસ્યાનું નિરાકરણ કોંગ્રેસની રજૂઆતો ના પગલે બે ફીડર ઊભા કરી કાર્યરત કરવામાં આવશે અને અન્ય ત્રણ ફીડરો પણ ટૂંક સમયમાં કાર્યરત કરાશે જેથી સમસ્યા હલ થશે હાલ ૧૧ કેવી ગુલમોહર અને ૧૧ કેવી સુંદરમ અનુક્રમે બે ફીડર ૬૬ કેવી વેરી ગુડ એસએસ માંથી ચાર્જ લેશે.
આ રીતે કોંગ્રેસની વર્ષો જૂની માગણી લેખિત મૌખિક રજૂઆતો અને આંદોલનને પગલે રેલ નગર વિસ્તારની વીજ સમસ્યામાંથી મહદઅંશે પ્રજાને છુટકારો મળશે. પીજીવીસીએલના એમ ડી, કાર્યપાલક વીજનેર, ડેપ્યુટી ઇજનેર નો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ આભાર વ્યક્ત કરે છે અને રાજકોટ વિધાનસભા ૬૮ ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ નવા ફીડરો ઊભા કરવા અંગે લીંબડજસ ખાટવાનો પ્રયાસ હરગીજ ન કરે જે કાંઈ રજૂઆતો છે એ વર્ષો જૂની કોંગ્રેસની છે. તેમાં ધારાસભ્યોનો કોઈ રોલ છે નહીં તેમ અંતમાં રાજાણી ની યાદીમાં જણાવ્યું છે.
(2:23 PM IST)










