<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર પાંજરાપોળનો જીતેશ ઉર્ફ જીતુ પકડાયો

અગાઉ ૭ ગુનામાં સામેલઃ નાસતા ફરતા સ્‍ક્‍વોડ ઝોન-૨ની ટીમે પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૨૮: યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર શખ્‍સ જીતેશ ઉર્ફ જીતુ અમરશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૪-રહે. પાંજરાપોળ ભાનવગર રોડ શક્‍તિ હોટલવાળી શેરી)ને ઝોન-૨ નાસતા ફરતા સ્‍ક્‍વોડની ટીમે પકડી લીધો હતો.

ચોરીના ગુનામાં નામ ખુલ્‍યા પછી જીતેશ ઉર્ફ જીતુ ત્રણ મહિનાથી ફરાર હતો. તે વિસ્‍તારમાં આવ્‍યાની બાતમી મળતાં પકડીને યુનિવર્સિટી પોલીસને સોંપાયો હતો. આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ એ-ડિવીઝન, થોરાળા, મહિલા પોલીસ, એ-ડિવીઝનમાં ચોરી, ત્રાસ-મારકુટ, જાહરેનામા ભંગના સાત ગુના નોંધાઇ ચુક્‍યા છે. ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. આર. કોઠીયા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, કોન્‍સ. અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી. 

(2:31 PM IST)