News of Saturday, 28th June 2025
જામનગર રોડ વિસ્તારની ૧૩ વર્ષની ધો-૭ની બાળા ગૂમઃ અપહરણનો ગુનો
નવયુગપરામાં બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળી હતીઃ પરંતુ ત્યાં પહોંચી જ નહિઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૮: શહેરના જામનગર રોડ વિસ્તારમાં રહેતાં વિધવા મહિલાની ૧૩ વર્ષની ધોરણ-૭માં ભણતી દિકરી ઘરેથી બહેનપણીને ત્યાં જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બાળાના માતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્યો છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હોસ્પિટલમાં હાઉસ કીપીંગ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવુ છું. મારા પતિનું બિમારીને કારણે સાતેક વર્ષ પહેલા અવસાન થયું છે. મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાં નાની દિકરી ૧૩ વર્ષની છે. તેણી ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. શુક્રવારે ૨૭/૬ના સવાહરે અગિયારેક વાગ્યે હું નોકરી પર ગઇ હતી ત્યારે મારો દિકરો અને નણંદની દિકરી ઘરે હતાં. જ્યારે મારી દિકરી નવયુગપરામાં બહેનપણીની બહેનના કંકૂ પગલા કરવાન હોઇ જેથી ત્યાં ગઇ હતી.
સાંજે સાડા પાંચેક વાગ્યે હું નોકરીએથી ઘરે આવી ત્યારે દિકરી ઘરે જોવા ન મળતાં નણંદની દિકરીની પુછતાં તેણીએ કહેલું કે તે નવયુગપરામાંબહેનપણીના ઘરે ગઇ છે. આથી અમે તેની બહેનપણીના ઘરે તપાસ કરવા ગયા હતાં. પરંતુ તેણીએ કહેલું કે તમારી દિકરી અહિ આવી જ નથી. આથી અમે તેને ફોન જોડતાં તે બંધ આવતો હતો. સગા સંબંધી અને બીજી બહેનપણીઓને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ દિકરીનો પત્તો મળ્યો નહોતો. કોઇ તેને લલચાવી ફોસલાવી અપહરણક રી ગયાનુ જણાતાં અમે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં મહિલાએ કહેતાં પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (
(4:12 PM IST)










