News of Saturday, 28th June 2025
શાપર-વેરાવળ પોલીસે ચોરાઉ બાઇક અને બુલેટ સાથે સગીરને ઝડપી લીધો

તસ્વીરમાં ચોરાઉ બાઇક અને બુલેટ સાથે શાપર-વેરાવળ પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા. ર૮ :.. શાપર-વેરાવળ પોલીસે ચોરાઉ બાઇક અને બુલેટ સાથે સગીરને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્યએ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્ટેના પો.ઇન્સ આર.બી.રાણા ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડ ને મળેલ હકીકત આધારે કાયદાના સંઘર્ષ મા આવેલ બાળ કીશોર ને શાપર (વે) પોસ્ટેના ચોરીમા ગયેલ હીરો કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પકડી પાડી શાપર (વે.) પોસ્ટેના અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરને યુકતી પ્રયુક્તિથી મજકુરના વાલીની હાજરીમા વીશેષ મા પુછપરછ કરતા મજકુરે એક બુલેટ મો.સા તથા સ્પ્લેન્ડર મો.સા ચોરી કર્યો અંગેની કબુલાત આપતા જે શકપડતી મીલકત સાથે મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી શાપર વેરાવળ પો.સ્ટે.ના એ.એસ.આઇ મયુરસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ.જયદીપસિંહ વાઘેલા, પો.કોન્સ અલ્પેશભાઇ ડામસીયા, લગધીરસિંહ જાડેજા, વિમલભાઇ વેકરીયા, જગસીભાઈ ઝાલા, દીવ્યેશભાઇ શામળા, મનસુખભાઈ ચૌહાણ વિગેરે દ્વારા કરવામા આવેલ છે. (
(2:37 PM IST)










