<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

એક કરોડ ૪૪ લાખના ચેક રિર્ટન કેસોમાં રૂરલ કોર્ટના ચુકાદા સામે થયેલ અપીલમાં ડબલ રકમનો દંડ અને આરોપીને ૪ વર્ષની સજા

નિખિલ પુજારા દ્વારા થયેલ સજાના હુકમ સામેની અપીલ ફગાવી દઇને સરન્‍ડર થવા આદેશ

રાજકોટ, તા. ર૮: ટ્રાયલ કોર્ટ સમક્ષની ચાલુ ટ્રાયલ દરમ્‍યાન આરોપી તરફેથી કુલ ૧૨ રીવીઝન અરજીઓ કરી હાઈકોર્ટ સુધી ખેલાયેલ કાનુની જંગવાળા સૌરાષ્‍ટ્રના ચર્ચાસ્‍પદ ૧ કરોડ ૪૪ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને ૪ વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ ૨ કરોડ ૮૮ લાખનો દંડ ફટકારવામાં આવેલ હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ રાજકોટની સેશન્‍સ અદાલતમાં દાખલ કરેલ બંને અપીલો ચાલી જતા સેશન્‍સ અદાલતે ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી બંને અપીલો નામંજુર કરી આરોપીને એક વીકમાં ટ્રાયલ કોર્ટમાં સરેન્‍ડર થવાનો સમાચીન્‍હરૂપ ચુકાદાઓ ફર માવવામાં આવેલ છે.

કેસની હકીકત જોઈએ તો, બેન્‍કે એકવાયર કરેલ પોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવા વિશ્વાસમાં લઈ રૂપિયા દોઢ કરોડ ફરીયાદી પાસેથી મેળવી વીસ દિવસમાં કામ પૂર્ણ કરવા વચન આપી કામ પૂર્ણ ન કરી રકમની ઉઘરાણી કરતા લક્ષ્મીવિલાસ બેન્‍કનો બનાવટી લેટર આપી અને લેણી રકમ ચુકવવા ચેકો આપી ફરીયાદી પાસેથી બેન્‍ક સાથે વ્‍યવહાર કરવા લીધેલ કોરા સહી સિકકાવાળા લેટરપેડમાં રકમ ચુકવાઈ ગયેલનું ફોર્જ લખાણ લખી ફોર્જરી આચર્યા સબંધેની રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં પેડક રોડ ઉપરના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવીયાએ સિધ્‍ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારા વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ અને આરોપી નિખિલ પુજારાએ ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત ચુકવવા આપેલ બોતેર-બોંતેર લાખના બે ચેકો પણ રીટર્ન ચતા તે સબંધ ફરીયાદી ભરત તળાવીયાએ આરોપી નિખિલ પુજારા વિરૂધ્‍ધ બંને ચેકો રીટર્ન સબંધ બે ફરીયાદો દાખલ કરેલ, જે કેસો ચાલી જતા ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ ફરમાવતો ઐતિહાસિક ચુકાદો સૌ પ્રથમ રાજકોટની ટ્રાયલ કોર્ટ ધ્‍વારા આપવામાં આવેલ હતો.

ઉપરોક્‍ત બન્ને કેસોમાં કરવામાં આવેલ સજાના અને દંડના હુકમો આરોપી નિખીલ પુજારા ધ્‍વારા રાજકોટની સેશન્‍સ અદાલતમાં અપીલોના માધ્‍યમથી પડકારી નીચેની અદાલતના સજા અને દંડના હુકમો રદ કરવા અને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરી હતી.

બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો પુરાવો અને રજુ કરવામાં આવેલ ચુકાદાઓ અને લેખીત રજુઆતો લક્ષે લેતા અપીલ કોર્ટે ઠરાવેલ કે, અરજદાર આરોપીની અપીલો મંજુર થઈ શકે તેવી કોઈજ હકીક્‍તો કે કાયદાની અને હકીકતની ભુલ ટ્રાયલ કોર્ટના ચુકાદામાં જણાય આવતી નહીં હોવાનું માની ટ્રાયલ કોર્ટનો બે-બે વર્ષની સજાનો અને ચેકની રકમનો ડબલ દંડનો હુકમ કાયમ રાખી બંને અપીલો નામંજુર કરી આરોપીને એક વીકમાં સરન્‍ડર થવાનો રાજકોટની સેશન્‍સ અદાલત ધ્‍વારા સિમાચિન્‍હરૂપ ચુકાદાઓ ફરમાવવામાં છે.

ઉપરોકત કામમાં ફરીયાદી ભરતભાઈ તળાવીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્‍મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્‍સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા

(2:37 PM IST)