<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

મનપાના વર્ગ-૪ના કર્મીઓને પ્રમોશન : ૯ એસ.એસ.આઇ. ૨૨ જૂ.ક્‍લાર્કને ઓર્ડર

સ્‍ટાફ સીલેકશન કમિટી દ્વારા સ્‍પર્ધાત્‍મક પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ભરતીની મંજુરી

રાજકોટ, તા.૨૮: મનપાના  અનેક વિભાગોમાં પટ્ટાવાળાથી લઈને ક્‍લાર્ક સુધીના તમામ હોદાઓ ખાલી છે વર્ષોથી ભરતી પ્રક્રિયા થવાની રાહ જોવાઈ રહી છે. ત્‍યારે થોડા સમય પહેલા એસએસઆઈ અને જૂનિયર ક્‍લાર્કની સ્‍પર્ધાત્‍મક પરિક્ષા લેવામાં આવેલ જેમાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોનું સિલેક્‍શન કર્યા બાદ આજે સ્‍ટાફ સિલેક્‍શન કમિટિએ ૯ એસએસઆઈ અને ૨૨ જૂનિયર ક્‍લાર્કની નોકરીના ઓર્ડર ઈસ્‍યુ કર્યા છે.

મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્‍લાર્ક સંવર્ગની સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્‍સ, લેવલ- ૨, રૂા. ૧૯૯૦૦-૬૩૨૦૦/- ના પગારધોરણ વાળી કુલ મંજુર જગ્‍યાઓ પૈકી ૮૦:૨૦ નાં રેશિયો મુજબ ૮૦ટકા સીધી ભરતીથી અને ૨૦ ટકા ખાતાકીય ભરતીથી ભરવાની જોગવાઈ સામાન્‍ય સભાના ઠરાવ-૬૧  થી નીતિ નિયત કરવામાં આવેલ છે.

જે અનુસંધાને૨૦ ટકા મુજબની જગ્‍યાઓ રાજકોટ મહાનગરપાલિકાની વર્ગ-૪ ની જગ્‍યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓમાંથી ભરવાની થતી હોવાથી વંચાણે-૧ થી કરવામાં આવેલ ઓફીસ પરિપત્રનાં અનુસંધાને આવેલ અરજીઓ પૈકી નિયત લાયકાત ધરાવતા કર્મચારીઓની તા.૦૧/૦૬/૨૦૨૫ નાં રોજ લેખિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લેવામાં આવેલ. સ્‍ટાફ સિલેકશન કમિટીની ભલામણ અનુસાર લેખિત પરીક્ષાના કેટેગરી વાઈઝ મેરીટનાં અગ્રતાક્રમે આવતા કર્મચારીઓની જુનિયર ક્‍લાર્ક સંવર્ગની સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્‍સ, લેવલ- ૨, રૂા.૧૯૯૦૦-૬૩૨૦૦/- ના પગારધોરણવાળી જગ્‍યા પર હાજર થાય તે તારીખથી ૧ર માસ સુધી  હંગામી ધોરણે અજમાયશી નિમણુંક આપવામાં આવે છે.

નિમણુંક પામેલ કર્મચારીઓએ દિવસ-૭માં નવી નિમણુંક વાળી જગ્‍યા પર ફરજ પર હાજર થવાનું રહેશે. કામગીરી સંતોષકારક નહીં જણાય તો તેમને મુળ નિમણુંકની જગ્‍યાએ પરત મુકવામાં  આવશે. આ પગાર ધોરણમાં ફિક્‍સેશન સંબંધિત કાર્યવાહી શાખા અધિકારી મારફત અને નિયમો પ્રમાણે કરવાની રહેશે.

નિમણુંક પામેલ કર્મચારીએ રજૂ કરેલ શેક્ષણિક લાયકાત, અનુભવ, જન્‍મતારીખ, જાતિ પ્રમાણપત્ર, ખોટા કે અનઅધિકળત છે તેવુ સાબિત થશે તો ફોજદારી ગુનો ગણી ચુકવેલ વેતન વ્‍યાજ સાથે વસુલ કરવામાં આવશે

(3:25 PM IST)