News of Saturday, 28th June 2025
ફિનાઇલ ગટગટાવી, ઝેરી દવા પી આપઘાતના પ્રયાસના ત્રણ બનાવ
ઉમેશભાઇ, ભારતીબેન અને કાજલબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

રાજકોટ તા. ૨૮: આપઘાતના પ્રયાસની ત્રણ અલગ અલગ ઘટના સિવિલ હોસ્પિટલમાં નોંધાઇ હતી. અમીન માર્ગ પાસે વિકાસ મેડિકલ પાસે રહેતાં ઉમેશભાઈ ચુનીલાલ શેઠ (ઉ.વ.૫૮)એ ફિનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી. બીજા બનાવમાં કાલાવડ રોડ પર આંબેડકરનગર-૬માં રહેતા ભારતીબેન રાજુભાઈ વાઘેલા (ઉ.વ.૪૫)એ સાંજે ફિનાઈલ પી લેતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કારણ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. તેણીને સંતાનમાં ત્રણ પુત્રી છે.
જ્યારે ત્રીજા બનાવમાં પેડક રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા કાજલબેન હિરેનભાઈ શીશાંગીયા (ઉ.વ.૨૮)એ તા.૨૫ના ઘરે ઝેરી દવા પી લેતા પ્રથમ ગોકુલ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં ત્રણ દિકરા છે. (
(4:12 PM IST)










