News of Saturday, 28th June 2025
ત્રિકોણબાગ પાસેથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું મોતઃ વાલીની શોધખોળ
જમણા હાથમાં હાર્ટ અને અંગ્રેજીમાં અંજુ ત્રોફાવેલા છેઃ રાજપૂત પણ લખ્યું છે અને તલવારનું નિશાન છેઃ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૮: શહેરના ત્રિકોણબાગ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યો આશરે ૩૪ વર્ષનો યુવાન બેભાન પડયો હોઇ ૧૦૮ના ઇએમટી ભાવીકાબેન અને પાઇલોટે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કથ્થાઇ ટી-શર્ટ અને આછા ગ્રે રંગનું પેન્ટ પહેરેલુ છે. જમણા હાથની કોણીથી નીચેના ભાગે રાજપૂત લખેલુ છે અને તલવારનું નિશાન છે. જ્યારે જમણા હાથ ઉપર એક હાર્ટ અને હાર્ટમાં અંગ્રેજીમાં એ ત્રોફાવેલુ છે. તેમજ જમણા હાથના પોચા ઉપર અંગ્રેજીમાં અંજુ ત્રોફાવેલુ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ એમ. આર. મકવાણા વધુ તપાસ કરે છે.
(3:28 PM IST)










