<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

વોર્ડ નં. ૭ માં શાળા પ્રવેશોત્સવ : નાના ભૂલકાંઓના આગમનને વધાવવાનો અવસર...

ભુલકાઓને શૈક્ષણિક કીટ વિતરણ : રમેશભાઇ ટીલાળા, કોર્પોરેટરો, આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિ

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ શરૂ કરાવેલ આ અભિયાનની ઉત્તરોત્તર વધુ સફળતા દ્વારા ગુજરાતે શ્રેષ્ઠતાના સીમાડા સર કર્યા છે, તેમજ બે દાયકાની આ અવિરત પ્રણાલી થકી છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે નોંધપાત્ર જાગૃતી આવી છે.

‘‘બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ ઍટલે શાળા પ્રવેશોત્સવ’’-  આ સૂત્રને સાર્થક કરતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી શુભારંભ અવસરે રાજકોટ શહેર ઉત્સાહ અને ઉમંગથી છવાઈ ગયું હતું. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે, વોર્ડ નં. ૭ માં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૧૯, જે.જે. પાઠક સ્કૂલ ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભવિષ્યના નિર્માતાઓ સમાન ભૂલકાઓને શાળાના પ્રથમ પગથિયે આવકારવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે, રાજકોટ વિધાનસભા ૭૦ ના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા તેમજ કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યો પણ જોડાયા હતા, જેમણે નાના ભૂલકાઓને શાળા જીવનના પ્રથમ દિવસે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે, શાળામાં પ્રવેશ મેળવનાર નવા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, શાળાના કૌશલ્યવાન અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપવાનો અને શિક્ષણ તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરવાનો હતો.

કાર્યક્રમના અંતે, પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્વનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો અને શાળાના સ્ટાફ દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જે ભવિષ્યમાં બાળકોને હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડશે. આ સમગ્ર કાર્યક્રમ બાળકો, શિક્ષકો અને વાલીઓમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરનારો રહ્ના હતો.

(3:42 PM IST)