News of Saturday, 28th June 2025
રથયાત્રા એટલે જીવનયાત્રામાં દેહરૂપી રથની લગામને પ્રભુના હાથે સોંપવાનું પર્વ...
સ્વામિનારાયણ મંદિરે રથયાત્રા પર્વની ઉજવણી

રાજકોટઃ સનાતન ધર્મની પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાનની રથયાત્રા હિંદુ ધર્મના સાંસ્કળતિક અને પૌરાણિક વારસાને જીવંત રાખતી રહી છે. આપણા જીવનરથના સારથિ ભગવાનને સુશોભિત રથમાં આરૂઢ કરી, તેઓને શહેરના રાજમાર્ગો પર વિહાર કરાવવો અને તેઓના આવા અલભ્ય દર્શન કરવા તે જીવનનો અણમોલ લ્હાવો બની રહે છે. રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે. ગઇ કાલે રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામીએ કલાત્મક રથમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજને કુમકુમનો ચાંદલો કરી સ્થપાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ રથયાત્રા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સામે ભાન લેબની ઓફીસ પાસેથી શરુ થઈ, અક્ષર માર્ગ, કોટેચા ચોક, કાલાવડ રોડ થઈ મંદિરે વિરામ પામી હતી. રાજકોટ મંદિરના તમામ સંતોની સાથે હરિભક્તોએ ભક્તિપદોના ગાન સાથે ભગવાનને પધરાવેલ રથને વિહાર કરાવવાનો લાભ પ્રાપ્ત કર્યો હોવાનું સંસ્થા જણાવે છે.
મંદિર પરિસરમાં રથયાત્રા વિરામ પામ્યા બાદ ઠાકોરજીને ઈલેક્ટ્રોનિક રથમાં વિહાર કરાવવામાં સંતોએ ઉત્સવ મર્મ સમજાવ્યો હતો. લાભઆપ્યો હતો. ગત વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયેલ રથયાત્રા ઉત્સવની સ્મળતિ કરવામાં આવી હતી. ખાસ સંસ્થા જણાવે છે. ફુલડોલોત્સવ હોય કે રામનવમી, જન્માષ્ટમી હોય કે રક્ષાબંધન, પ્રત્યેક ઉત્સવોની ગરિમાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ હમેશા જીવંત રાખી છે. રથયાત્રાના ઉત્સવના દિવસે ઠાકોરજીને રથમાં બિરાજમાન કરીને વિહાર કરાવવામાં આવે છે. આ રથયાત્રાનો ઉત્સવ માત્ર એક જ સંદેશ આપે છે કે, જો મનુષ્યના જીવનની દોરી ભગવાનના હાથમાં આપવામાં આવે એટલે કે જો ભક્ત ભગવાનના ચરણે પોતાનું જીવન સમર્પિત કરે, તો ભગવાન તેના જીવન રથ ને કયારે ભટકવા દેતા નથી. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે હંમેશા પ્રત્યેક ઉત્સવને અનેક ભક્તો સાથે ભવ્યતાથી ઉજવ્યા છે એ જ પરંપરામાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં ભરૂચ ખાતે રથયાત્રાનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો.
(3:52 PM IST)










