<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ભારત કા બેટા મનોજકુમારઃ સોમવારે હેમુ ગઢવી હોલ ખાતે યાદગાર ગીતો ગુંજશે

ગાયકો મુખ્‍તાર શાહ, અનુપમા ચક્રવર્તી શ્રીવાત્‍સવ, પ્રેરણા ઉપાધ્‍યાય અને શ્રીકાંત નાયર ગીતોની રમઝટ બોલાવશેઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ શહેરમાં પ્રથમ વખત મહાન અભિનેતા મનોજકુમાર સાહેબની મધુર સ્‍મળતિમાં એક યાદગાર કાર્યક્રમનું આયોજન તા.૩૦ ને સોમવારે રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્‍યું છે.

આરડી ઇવેન્‍ટ્‍સ અને આર્ટ ઇન્‍ડિયાના સંયુક્‍ત ઉપક્રમે યોજાઈ રહેલ આ કાર્યક્રમ ભારત કા બેટા મનોજકુમાર માં મુખ્‍તાર શાહ (અમદાવાદ),અનુપમા ચક્રવર્તી શ્રીવાસ્‍તવ (મુંબઈ), પ્રેરણા ઉપાધ્‍યાય (રાજસ્‍થાન) અને શ્રીકાંત નાયર (રાજકોટ) જેવા ચુનિંદા અને ખ્‍યાતનામ ગાયકો મનોજકુમાર સાહેબની ફિલ્‍મોનાં યાદગાર ગીતોની રજુઆત કરશે.ભારતીય ફિલ્‍મોના શિરમોર સમાન અભિનેતા મનોજકુમાર ઉપર કેન્‍દ્રિત આ કાર્યક્રમને લઈને રાજકોટનાં સંગીતપ્રેમીઓમાં જબરો ઉત્‍સાહ દર્શાવાઇ રહ્યો છે. વધુ વિગત માટે પરેશ પોપટ મો.૯૭૨૪૪ ૮૧૦૧૦, મહેન્‍દ્ર શાહ મો.૯૮૨૫૧ ૨૦૫૮૩નો સંપર્ક કરી શકાય છે.

(3:52 PM IST)