<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

કસ વગરની બની ગયેલી જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા ‘‘માટીમિત્ર'' ખેડુતોની પડખે રહેશે

દરેક પાક માટે સાચો સાથી સાબિત થશે માટીમિત્ર ઓર્ગેનિક ખાતરઃ હિતેષ રૈયાણી

રાજકોટઃ ખાતર શબ્‍દ સાંભળતા જ આપણા માનસ પટ ઉપર છાણના ઉકરડાનું ચિત્ર ઉપસી આવે. પરંતુ આ ટેકનોલોજી યુગમાં હવે ખાતર ફક્‍ત થેલીમાં જ નહિ પરંતુ કેનમાં ભરી શકાય છે. રૈયાણી ગ્રુપ સૌરાષ્‍ટ્રના ખેડુતો માટે માટીમિત્રના રૂપમાં એક ઓર્ગેનિક ખાતર લઈને આવ્‍યું છે. મબલખ અને ઝડપી પાક મેળવવાની લ્‍હાયમાં રાસાણિક ખાતરના વધુ પડતો ઉપયોગ ખેતરમાં કરીને જમીનની ફળદ્રુપતા ઘટાડી શકાય છે. જેથી જમીન કસ વગરની બની ગઈ છે. એ ચિંતાજનક છે. પરંતુ આ સ્‍થિતી બદલી શકાય છે. તેમ પત્રકાર પરીષદમાં જણાવાયું હતું.

માટી મિત્ર ઓર્ગેનિક ખાતરને પિયત સાથે ભેળવી જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરી શકાય છે. ખેડુતો જો આ લીકવીડ ખાતરનો નિયમિત પણે ઉપયોગ કરે તો ખેતીને સમૃધ્‍ધ ખેતી બનાવી શકાય તેમ છે. જો ખેતી સમૃધ્‍ધ હશે તો ખેડુતો આપોઆપ સમૃધ્‍ધ અને સક્ષમ બનવાના છે. આ ખેતીપ્રધાન દેશનો ખેડુત વધુ મજબુત બને એ દિશામાં આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પણ આગળ વધી રહ્યા છે.

ખેતી નિષ્‍ણાંતો પણ માની રહ્યા છે કે ખેતીની જમીન કસ વગરની બની છે એટલે કે જમીનમાં નૈસર્ગિક પોષક તત્‍વો, સુક્ષમજીવો (માઈક્રોબ્‍સ) અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ ઓછુ થયુ છે. જેને કારણે ગમે એટલુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા છતા ધારણા મુજબનો પાક મેળવી શકતા નથી. આવા સમયે જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા ઓર્ગેનિક ખાતર એક ઉત્તમ વિકલ્‍પ હોવાનું જણાવાયું છે.

ઓર્ગેનિક ખાતર શા માટે જરૂરી છે? એ અંગે માહિતી આપતા રૈયાણી ગૃપના શ્રી હિતેષભાઈ રૈયાણીએ જણાવ્‍યુ હતુ કે ઓર્ગેનિક ખાતરમાં રહેલા માઈક્રોબ્‍સ જમીનમાં સજીવતા લાવે છે. જે છોડ માટે પોષક તત્‍વો પૂરા પાડે છે. અને જમીનના જીવતંત્રને ફરી સક્રિય કરે છે. માટીમિત્ર ખાતર સોલીડ અને લીકવીડ બન્‍ને પેકમાં ઉપલબ્‍ધ છે. લીકવીડ ખાતર પિયત પાણી સાથે મિશ્રણ કરીને આપવાથી જમીનમાં કાર્બનિક પદાર્થોનો જથ્‍થો વધે છે. જે માટીનું બંધારણ સુધારે છે. અગાઉ વપરાયેલ રાસાયણિક ખાતર-કીટનાશકના અપરોધક અવશેષો ઓર્ગેનિક પધ્‍ધતિથી નાબુત થાય છે. ખાસ કરીને કાળી માટીમાં ઓર્ગેનિક ખાતર ખુબ જ ઉપયોગી નિવડે છે.

ઓર્ગેનિક ખાતરના ફાયદા અંગે વિગતો આપતા અર્ષભાઈ રૈયાણીએ જણાવ્‍યુ હતુ કે ઓર્ગેનિક ખાતર લીકવીડના રૂપમાં હોવાથી તેના પોષક તત્‍વોને છોડ ઝડપથી શોષી લે છે, જેથી છોડની વૃધ્‍ધિ ઝડપથી થાય છે.અને ઉપજ પણ વધે છે. ઓર્ગેનિક ખાતર જમીનમાં કાર્બન અને માઈક્રોબ્‍સ વધારવા માટે અસરકારક છે આ ખાતરમાં રહેલા સુક્ષ્મજીવો જમીનમાં ફુગ અને નુકશાનકારક જીવાણુંઓને નિયંત્રિત કરે છે. દરેક પાક માટેનો સાચો સાથી માટીમિત્રનું ઠેકાણું નોંધી લેશો વાલાસણ ગામ તા.વાકાનેર, જી.મોરબી. વધુ માહિતી માટે મો.૭૪૩૩૮ ૯૦૪૩૦, ૯૦૭૩૪ ૨૪૨૪૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રૈયાણી ગ્રુપના અર્ષ રૈયાણી તથા સિમ્‍પલ એડના રાજુભાઈ જુંજા તેમજ પત્રકાર પરીષદમાં હિતેષભાઈ રૈયાણી અને ગ્રુપના સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:55 PM IST)