News of Saturday, 28th June 2025
કણકોટ રોડ ખાતેનું આરોગ્ય કેન્દ્ર અન્યત્ર બનાવોઃ ૧૦૦ વૃક્ષોનું નિકંદન નિકળતા અટકાવો
મનપાના નિર્ણય સામે ડ્રિમ સીટીના ફલેટ ધારકોએ મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ કરી :તંત્રના ખાલી પ્લોટમાં ૧૦ વર્ષથી લીમડાનું વાવેતર-જતન કર્યુઃ હાલ લોકો પાર્કીંગ કરે છેઃ ગાર્ડન બનાવવા રજુઆત

રાજકોટ, તા. ર૮: શહેરના કણકોટ રોડ ખાતે આવેલ ડ્રીમ સીટીમાં ૨૦૮ પરિવારોએ છેલ્લા ૧૦ વર્ષમાં બાજુમાં આવેલ મનપાના ખાલી પ્લોટ પરથી ન્યુસન્સ દૂર કરી ત્યાં ૧૦૦થી વધુ લીમડાના વળક્ષોનું વાવેતર કરી તેનું જતન કર્યુ છે.
આજે ૧૦ વર્ષ બાદ તમામ વળક્ષો ઘટાટોપ બની ગયા છે અને બાળકો તેમજ વયોવળદ્ધ સહિતના ધોમ તડકામાં ઠંડો છાયડો મળવે છે. તેમજ આજુબાજુના લોકો પણ વહેલી સવારે શુદ્ધ ઓક્સિજન મેળવવા વોકિંગમાં આવે છે. ત્યારે આ ઓક્સિજન પાર્કની જગ્યાએ તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.
જેના લીધે વળક્ષોનું નિકંદન નિકળી જશે જે અંગે સોસાયટીના રહેવાસીઓએ આરોગ્ય કેન્દ્ર આ વિસ્તારમાં અન્ય સ્થળે બનાવી ઓક્સિજન પાર્કને લોકોની સુખાકારી માટે અકબંધ રાખવા મ્યુ. કમિશનરને પત્ર લખી માંગ કરી છે. ઉપરાંત આ વિસ્તારમાં એક પણ ગાર્ડન નથી તો લોકોને ગાર્ડન પણ મળી જશે અને ૧૦ વર્ષથી ઉછેર કરેલા વળક્ષો પણ બચી જશે. તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.
(3:59 PM IST)










