<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

આરોગ્‍ય કેન્‍દ્રોમાં દવા અને સારવાર કાર્ય બરાબર ચાલે છે ને?: મનિષ ગુરવાનીએ કર્યુ ઓચિંતુ ચેકીંગ

રાજકોટ તા.૨૮: મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા હસ્‍તક રાજકોટ શહેર ખાતે કુલ-૩૧ શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કાર્યરત છે.  મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની સહીત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓએ સવારે ૯:૦૦ અને સાંજે ૪:૦૦ કલાકે શહેરી પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઇ સ્‍ટાફની હાજરી, ઓ.પી.ડી., લેબોરેટરી, ફાર્મસી ઉપરાંત વિવિધ પ્રકારનાં રાષ્‍ટ્રીય કાર્યક્રમો જેવા કે રાષ્‍ટ્રીય રસીકરણ કાર્યક્રમ, ટી.બી. નિર્મુલન કાર્યક્રમ, મેલેરિયા નાબુદી કાર્યક્રમ, બિનસંચારી રોગોનું સ્‍ક્રીનીંગ અને નિદાન કાર્યક્રમ ઉપરાંત માતળ-બાળકલ્‍યાણની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની ઉપલબ્‍ધીના સુચકાંકો વગેરેની ચર્ચા ઉપરાંત દવાઓનાં જથ્‍થાની ઉપલબ્‍ધતા પી.એમ.જે.એ.વાય. કાર્ડ અંગેની કામગીરી, સ્‍ટાફની નિયમિતતાનું ક્રોસવેરીફીકેશન ઉપરાંત વર્ષા ઋતુ દરમિયાન અને વરસાદ બાદ રોગચાળાની પરિસ્‍થિતિને નિવારવાના પગલાં ઉપરાંત અતિજોખમી સગર્ભાઓનાં બર્થ માઈક્રોપ્‍લાન વગેરે બાબતે સ્‍ટાફ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જે અન્‍વયે  નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની દ્વારા ચંપકભાઈ વોરા શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, આરોગ્‍ય અધિકારી ડો.જયેશ એલ. વકાણી દ્વારા ડો. એલ.ટી.વાંઝા, ડો. પરેશ કડિયા, ડો. હાર્દિક મેતા, ડો.ઉમંગ ચૌહાણ, ડો.ધવલ પાડલીયા, ડો. આશિષ કોડીયાતર, ડો. ભૂમિ કમાણી, ડો.મિલન પંડ્‍યા, ડો.જયદીપ જોશી સહિતના અધિકારીઓની વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રમાં તમામ ઉપરોક્‍ત બાબતની સમીક્ષા કરવામાં આવી.

(3:59 PM IST)