<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

બેકબોન વિસ્‍તારમાં કાદવ-કિચડનું સામ્રાજય : લતાવાસીઓ ત્રાહીમામ

રસ્‍તા કામ અધુરા, ડ્રેનેજના ગંદા પાણીની રેલમછેલ સહિતના વિવિધ પ્રશ્ને મ્‍યુનિ. કોર્પોરેશનમાં રજુઆત કરવા છતા પરિસ્‍થિતિ જૈસે થે : તાકીદે સમસ્‍યા હલ કરવા માંગ

રાજકોટ, તા., ૨૮ : શહેરના વોર્ડ નં. ૩ માં આવેલ માધાપર ચોકડી પાસેના બેકબોન વિસ્‍તારમાં કાદવ, કિચડ, રસ્‍તાકામ, ગંદા પાણી સહીતના પ્રશ્નો તાકીદે ઉકેલવા લતાવાસી માંગ કરી રહયા છે.

આ અંગે લતાવાસીઓએ રજુઆતમાં જણાવ્‍યું હતું કે માધાપર ચોકડી પાસે આવેલ બેકબોન રેસીડેન્‍સીમાં રોડ રસ્‍તાના કામ અધવચ્‍ચે મુકી દીધું છે. આરએમસીમાં ફરીયાદ છેલ્લા ૧૦-૧ર દિવસ દરરોજ કોલ દ્વારા કરવામાં આવી છે છતા આરએમસી તરફથી કોઇ પણ નિવારણ કરવામાં આવ્‍યું નથી.

રસ્‍તા ખોદકામ કરીને મુકી દીધા છે. જેમાં વરસાદનું પાણી ભરાઇને શેરીમાં અતિશય ગારો છે. હાલવા કે ચાલવાની જગ્‍યા પણ નથી. અને રસ્‍તાની સાથે ગટર પણ ઉભરાણી છે. જેનું પાણી પણ શેરીમાં ગંદી વાસ અને ગંદકી ફેલાવે છે. આ સમસ્‍યા તાકીદે હલ કરવા માંગ કરવામાં આવી છે.

(4:00 PM IST)