News of Saturday, 28th June 2025
સ્વ. વિમલભાઇ પરમારના જન્મદિન નિમિતે કાલે આર્યનગર કોમ્યુનીટી હોલમાં મહારકતદાન કેમ્પ

રાજકોટ તા. ૨૮ : સ્વ. વિમલભાઇ રમેશભાઇ પરમારના ૩૩માં જન્મદિન નિમિતે કાલે તા.૨૯ ના રવિવારે મહારકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
ભારતીય જનતા પાર્ટી વિધાનસભા-૬૮ (પૂવ), સમસ્ત કોળી સમાજ અને વિમલભાઇના જીગરજાન મિત્રો દ્વારા તા. ૨૯ ના રવિવારે સવારે ૮ થી ૧૦ સુધી આર્યનગર કોમ્યુનીટી હોલ, પેડક રોડ, બાલક હનુમાન મંદીર પાસે, આર્યનગર મેઇન રોડ ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પનું ઉદ્દઘાટન સવારે ૧૦ વાગ્યે મહેમાનોના હસ્તે કરાશે.
વધુને વધુ લોકોએ રકતદાન કરવા આયોજન સમિતિના આગેવાનોએ અનુરોધ કરેલ છે. આ અંગેની વધુ માહીતી માટે મો.૯૯૭૮૬ ૩૭૫૦૫ અને મો.૯૭૩૭૭ ૯૭૯૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રકતદાન કેમ્પ આયોજન સમિતિના સર્વશ્રી સુધીરભાઇ મકવાણા, વિજયભાઇ ગુજરાતી, જીજ્ઞેશભાઇ મૈયડ, રાહુલભાઇ ડાંગર, દિશાંતભાઇ જોગી, રવિભાઇ ઉમટ, ઋષિકભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:06 PM IST)










