<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

૪ જુલાઈએ રજૂ થનાર નાટક ‘સમુદ્રમંથન'માં ૨૫ કલાકારોઃ અદ્‌ભુત લાઈટીંગ, મધુર ગીતો પીરશસાશે

એડવાન્‍સ ટિકિટોનું વેચાણ પૂરજોશમાં: ટિકિટ મો.૯૦૨૩૨ ૮૨૪૦૭ બૂકમાયશો

 

રાજકોટઃ વાત છે ૧૯૪૦ ના દાયકાની. એ જમાનામાં જયારે આખી દુનિયાના ખારવાઓ એવું માનતા કેસ્ત્રી સમુદ્ર માં નાવ પર હાજર હોય તો દરિયામાં અચૂક તોફાન આવે અથવા કૈક તો અશુભ થાય જ ને ત્‍યારે ખારવાઓ એટલા  ઝનુની  બની જતા કેસ્ત્રીને દરિયામાં પધરાવી દેતા! એ જમાનામાં આપણાં  કચ્‍છ - માંડવીની એક ખારવણ, ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી માત્ર ભારત માં નહિ બલ્‍કે અનેક દેશોમાં વ્‍યાપાર કરવા વહાણ દ્વારા જાયને સફળ કેપ્‍ટન બને એવી સત્‍ય હકીકત પર આધારિત કાલ્‍પનિક પ્રણય કથાના રોમાન્‍ચ  વાળી વાર્તા એટલે - વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ -સ્‍તુત  આગામી ગુજરાતી નાટક  સમુદ્ર મંથન!

 અમદાવાદના જાણીતા દિગ્‍દર્શક શ્રી અદિતિ દેસાઈ દિગ્‍દર્શિત, આરજે દેવકી લિખિત અને દેવકી , અભિનય બેંકર તથા અન્‍ય ૨૫ જેટલા કલાકારો અને ડાન્‍સરો અભિનીત, વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ પ્રસ્‍તુત ગુજરાતી નાટક  સમુદ્ર મંથનનું મંચન તા.૪ જુલાઈ એ રાજકોટના હેમુ ગઢવી હોલ માં થવા જઈ રહ્યું છે.  નાટક ની વાર્તા એકસ્ત્રી ના જ્ઞાન , હિમ્‍મત અને સમુદ્ર માં વર્ષો સુધી ખેડાણ કરવાની સત્‍ય ઘટનાની સાહસ ભરી વાતો લઇ ને આવે છે.  વળી નાટકમાં વિશાલ વહાણની રચના વાળો સેટ, અદભુત લાઈટિંગ અને પ્રણય મધુર ગીતો અને દ્રશ્‍યો છે. 

 ગુજરાતી ભાષા માં ભજવાતા કેટલાક અદભુત ઓફ-બીટ નાટકોમાં જુદો જ ચીલો ચાતરતા આ નાટક વિષે અનેક હસ્‍તીઓ એ ઘણું બધું નોંધ્‍યું અને કહ્યું છે. આજે જાણીયે કે પ્રખ્‍યાત લેખક શ્રી જય વસાવડા આ નાટક વિષે શું કહે છે.

આરજે દેવકી એટલે મલ્‍ટીટેલેન્‍ટેડ ગુજરાતણ. એના ઘણા ફેન્‍સ છે, પણ હું તો એની રમતિયાળ શૈલીમાં લખાતા લખાણોનો ય જૂનો ચાહક. માતા અને ભાઈ પણ ક્‍ળાક્ષેત્રે સક્રિય. ૨૧ મી સદીની ગુજરાતી નારીની પહેચાન જેવી દેવકી આગ્રહ કરીને મારી પાસે ગરબા લખાવડાવે ને અમેરિકામાં સ્‍ટેજ પર મને ઇન્‍ટ્રોડયૂસ પણ કરે. પણ આ પોસ્‍ટનું કારણ છે, એણે જાતે પોતે જ લખેલું અને અદિતીબહેને ડિરેક્‍ટ કરેલું નવું પ્‍લે : સમુદ્રમન્‍થન. એક મહિનાથી એ જોવાની મારી ઈચ્‍છા હમણાં ફળીભૂત થઈ! ને હું તો માત્ર મેહુલ સુરતીના માશાલ્લાહ ગીતો માટે ય આ ફરીવાર જોઉં! ગુજરાત પાસે ૧૬૦૦ કિમીથી લાંબો દરિયાકિનારો છે અને સાગરખેડૂઓનો આખો રોમાંચક ઇતિહાસ છે, પણ ગુણવંતરાય આચાર્ય કે નવનીત સેવક પછી મૌલિક સાગરકથાઓ તો જાણે લુપ્ત થઇ ગઈ. સમુદ્રમન્‍થન આવી સૂકી રેતી વચ્‍ચે જડી આવેલું મોતી છે. ઘર સિવાયનો સેટ બનાવવાની હિંમત કરે, એવા ગુજરાતી નાટકો દમદાર હોવાનના વરસાદી વાદળા જેવી આશા બંધાવે ! જેમ કે, સૌમ્‍ય જોશીનું આજ જાને કી જીદના કરો કે તોહા દેસાઈનું મસ્‍ટ સી કોડ મંત્ર. સમુદ્રમન્‍થન પણ આ જ ઘરાનાનું ઘરેણું છે. ખા ખારવાનો બેકડ્રોપ, પાઈરેટ્‍સ જેવી ફિલ્‍મોમાં જ જોવા મળે એવો જહાજનો સેટ અને લાઉડ થયા વિના જ હસતા રમતા અને થ્રિલ સાથે કહેવાયેલી વિમેન એમ્‍પાવરમેન્‍ટની થીમ. અને હા, કુશળ અભિનેત્રી દેવકીનો અભિનય તો ખરો જ, પણ મને બહુ જ ગમતા સજ્જ ગુજરાતી અભિનેતા અભિનય બેન્‍કરનો લાજવાબ અભિનય. ભૂદાના પાત્રમાં વધુ એક સોહામણો અને પ્રેઝન્‍સ ધરાવતો કલાકાર પણ ગુજરાતને મળ્‍યો નહીં , ફળ્‍યો છે, અદિતીબહેનનો લાયક વારસ એવો પુત્ર. આ નાટક સ્‍ટેજના સ્‍કેલનું નહીં પણ સ્‍ટેડિયમનું છે. ટીમને અભિનન્‍દન અને એક હટ કે પ્રયોગને સપોર્ટ કરવા ય જોવા જેવું ખરું.

 વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટના આ પ્રયોગમાં તેમના સદાયના શુભ ચિંતક અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવાર અને સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ નો સહકાર સાંપડ્‍યો છે. આ ઉપરાંત સમુદ્ર મંથન નાટકના સપોર્ટર્સ તરીકે પ્રભુ તોહ બાય પ્રભુ ગ્રુપ, અદાણી મસાલા , એમજેઆર જ્‍વેલ્‍સ - અક્ષર માર્ગ, સેલસ હોસ્‍પિટલ, સરાઝા હોટેલ અને આપણું રાજકોટનો પણ સહકાર સાંપડ્‍યો છે.  રાજકોટ વાસીઓ ને આ અદભુત નાટક ની ટિકિટ વહેલી તકે મેળવી લેવા અનુરોધ છે.(૪૦.૧૭)

(10:24 AM IST)