<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

૫૬.૪૩ લાખનો દારૂ ભરેલો ટ્રક ક્રાઇમ બ્રાંચે પકડયો : જુઓ વિડિયો

કુવાડવા નજીક વોટર પાર્કની સામેના રોડ પર કાર્યવાહીઃ વેસ્‍ટેજ ટાયરના જથ્‍થા નીચે છુપાવ્‍યા હતાં ૧૮૦ એમએલના ૧૮૨૮૮ ‘ચપલા': હાલ રાજકોટ ઘંટેશ્વર પાસે રહેતાં યુપી જોનપુરનો વિશાલસિંગ રાજપૂત અને મુળ બિહારનો રંગીલ રાય મહારાષ્‍ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ટ્રક લાવ્‍યા હતાં: મોકલનારા આલોકની શોધખોળઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહીઃ એએસઆઇ અમિત અગ્રાવત, હેડકોન્‍સ. રાજેશ જળુ, દિપક ચોૈહાણ, કોન્‍સ. વિશાલ દવેની બાતમી

રાજકોટ તા. ૩૦: વિદેશી દારૂની હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્‍ના વોટર પાર્કની સામેના રોડ પર બાતમીના આધારે ટ્રકને આંતરી લઇ હાલ રાજકોટ ઘંટેશ્વર પાસે રહેતાં મુળ યુપીના એક શખ્‍સ અને મુળ બિહારી એક શખ્‍સને રૂા. ૫૬,૪૩,૬૪૮નો ૧૮૨૮૮ બોટલ દારૂ સાથે ઝડપી લીધા છે. આ દારૂ મોકલનારનું નામ ખુલતા ંશોધખોળ થઇ રહી છે. વેસ્‍ટેજ ટાયરના જથ્‍થાની પાછળ આ દારૂનો જથ્‍થો છુપાવવામાં આવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ અમિતકુમાર અગ્રાવત, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, દિપકભાઇ ચોૈહાણ અને કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે જીજે૦૩બીવાય-૩૬૧૫ નંબરનો એક ટ્રક ચોટીલા તરફથી રાજકોટ આવી રહ્યો છે અને તેમાં દારૂ ભરેલો છે. આ બાતમીને આધારે ટીમ કુવાડવા નજીક ક્રિષ્‍ના વોટર પાર્ક પાસે પહોંચી ત્‍યારે બાતમી મુજબનો ટ્રક આવતાં તેને અટકાવી તલાસી લેતાં પાછળ ઠાઠામાં વેસ્‍ટેજ ટાયરનો જથ્‍થો જોવા મળ્‍યો હતો.

ટ્રકમાં દારૂ હોવાની બાતમી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમે ટાયરોનો જથ્‍થો દૂર કરતાં જ પાછળથી વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પુછતાછમાં બંને શખ્‍સોએ પોતાના નામ વિશાલસિંગ સુનિલસિંગ રાજપૂત (ઉ.વ.૩૦-રહે. હાલ ઘંટેશ્વર તિરૂપતિ હાઇટ્‍સ-૮૦૧, મુળ ઉમરપુર એરીયા, હુશેનાબાદ જોનપુર ઉત્તરપ્રદેશ) તથા રંગીલ રાજકુમાર રાય (ઉ.વ.૩૫-રહે. તિરૂપતી હાઇટ્‍સ-૮૦૧, મુળ ફતેહપુર પોસ્‍ટ અંજની પરસા, જી. છપરા બિહાર) જણાવ્‍યા હતાં. આ બંનેએ વિશેષ પુછતાછમાં પોતે આ ટ્રકમાં મહારાષ્‍ટ્ર ગુજરાત બોર્ડર પાસેથી  વેસ્‍ટેજ ટાયરના જથ્‍થા નીચે છુપાવી રાજકોટ તરફ લાવ્‍યાનું કબુલ્‍યું હતું. તેમજ આ દારૂનો જથ્‍થો આલોક નામના શખ્‍સે મોકલ્‍યાનું અને કોને આપવાનો હતો તે આલોક જાણતો હોવાનું રટણ કર્યુ હતું.

પોલીસે રોયલ ચેલેન્‍જ ફિનેસ્‍ટ બ્રાન્‍ડના ૧૮૦ એમએલ દારૂના ૪૮,૯૭,૧૫૨ના ૧૫૬૯૬ ચપલા, સ્‍ટર્લિંગ રિઝર્વ બી-૭ બ્રાન્‍ડના વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના રૂા. ૭,૪૬,૪૯૬ના ૨૫૯૨ ચપલા મળી કુલ ૫૬,૪૩,૬૪૮નો દારૂ, ૧૫ લાખનો ટ્રક અને ૨૦ હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૭૧,૬૩,૬૪૮નો મુદ્દામાલ કબ્‍જે કરી બંનેની ધરપકડ કરી હતી. આરોપી વિશાલસિંગ રાજપૂત અગાઉ પણ વર્ષ ૨૦૧૮માં નડીયાદમાં દારૂના ગુનામાં પકડાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતકુમાર અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, કોન્‍સ. વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(3:00 PM IST)