તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
સદર બજારના જાણીતા જાફરભાઈ બાવાણી જન્નત નશીન

રાજકોટ : આજ રોજ સોમવારે વહેલી સવારે ૫ વાગ્યે સદર બજાર ના જાણીતા વેપારી અલ્તાફભાઈ બાવાણી અને ઇમરાનભાઈ બાવાણી ના વાલિદ મર્હુમ જાફરભાઈ સફીભાઈ બાવાણી ( ઉંમર વર્ષ ૬૭ ) અલ્લાહ પાક ની રહેમત માં પહોંચી ગયેલ છે. પરિવાર ના મોભી ની અણધારી વિદાય થી પરિવાર અને મિત્રો માં અને સમગ્ર વિસ્તાર માં ભારે ગમગીની છવાઈ ગયેલ હતી. મર્હુમ ની જનાઝા ની નમાઝ સદર જુમ્મા મસ્જિદ માં અદા કરવા માં આવેલ હતી અને દફનવિધિ સદર કબ્રસ્તાન માં કરવા માં આવેલ હતી જેમાં ખુબ જ વિશાળ સંખ્યા માં પરિવારજનો - મીત્રો અને સામાજિક આગેવાનો જોડાયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મર્હુમ જાફર ભાઈ બાવાણી સદર બજારમાં છેલ્લા ૪૦ કરતા વધુ વર્ષોથી મોહરમ માસ માં સબિલ બાંધીને ન્યાજ અને સરબત ના આયોજન કરવામાં અને સમાજ સેવાના તમામ કાર્યો કરવા માં સદા અગ્રેસર રહેતા હતા. મોહર્રમ માસમાં જ તેમની અચાનક વિદાયથી સમગ્ર વિસ્તારના લોકો ભારે આઘાતની લાગણી અનુભવી રહ્યા છે.
મર્હુમની ઝિયારત ભાઈઓ માટે આવતી કાલે સવારે ૧૦ વાગ્યે સદર જુમ્મા મસ્જિદ ખાતે અને બહેનો માટે આવતી કાલે સવારે ૧૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન કચ્છી શેરી સદર બજાર ખાતે રાખવામાં આવેલ છે, તો તેમાં હાજર રહી સવાબ એ દારૈન હાસિલ કરવા અને મર્હુમ ની મગફિરત માટે દુઆ કરવા ખાસ ગુજારીશ કરવા માં આવે છે - અલ્તાફ ભાઈ બાવાણી - ૯૮૨૪૮ ૩૪૮૬૯ અને ઇમરાન ભાઈ બાવાણી - ૯૯૦૪૯ ૧૮૭૨૯. (૨૫.૯)
(3:01 PM IST)










