<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

શહેરમાં મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ટાઇફોઇડ તથા કમળાના દર્દી વધ્‍યાઃ કુલ ૮ કેસ

છેલ્લા સપ્‍તાહમાં સીઝનલ રોગચાળાના ૧૮૩૪ દર્દી : મનપા દ્વારા ૩૭૦૧૪૯ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ ૩૩પને નોટીસ

 

રાજકોટ, તા.૩૦: શહેરમાં  શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૮૩૪થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્‍છરજન્‍ય રોગના ૩ કેસ નોંધાયો છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્‍ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ર૩ જુન થી ર૯ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૩ કેસ

છેલ્લા  સપ્તાહમાં  મેલેરીયાના ર તથા ડેન્‍ગ્‍યુનો ૧ કેસ નોંધાયો છે.

શરદી-તાવના ૧૮૩૪ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૪ર તેમજ સામાન્‍ય તાવના ૯પ૮ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨ર૯ કુલ ૧૮૩૪ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૮,૭૩૮ તેમજ સામાન્‍ય તાવના ૧૮,૮૩૬ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૪૮ર૩  તથા ટાઇફોડનો ૫પ તેમજ કમળાના ૭૩ તથા  મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૩પને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૭,૦૧૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૪૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૭પ૩ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૩પ લોકોને નોટીસ પાઠવી હતી.(૬.૧ર)

(3:00 PM IST)