<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

‘બલિદાન દિવસ' અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ વોર્ડમાં યોજાશે રકતદાન કેમ્‍પ

 

રાજકોટની જીવનદીપ બ્‍લડ બેંક વોર્ડ નં. ૧, ૩ અને ૧૨ અને ફીલ્‍ડમાર્શલ બ્‍લડ બેંક ને વોર્ડ નં.૪,૫ તેમજ નાથાણી બ્‍લડ બેંકને વોર્ડ નં. ૭, ૮  અને વોર્ડ નં. ૧૦માં સીવીલ બ્‍લડ બેંકને ડોનેટ થયેલ રકતબોટલ અર્પણ કરાઈઃ યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા અને તેની ટીમને શુભેચ્‍છા પાઠવતાં પ્રદેશ યુવા મોરચાના અધ્‍યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ  દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવ્‍યું હતું કે, જનસંઘના સ્‍થાપક પ્રમુખ ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનો બલિદાન દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પ્રવળતિઓ કરી ઉજવવામાં આવેલ છે. આ અંતર્ગત ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ રાજકોટના તમામ વોર્ડમાં  મેગા રકતદાન કેમ્‍પનું  આયોજન વિવિધ વોર્ડમાં તબકકાવાર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, મહામંત્રી મિલન લીંબાશીયા, સહદેવ ડોડીયાની આગેવાનીમાં કરવામાં આવેલ હતું. રવિવારે રાજકોટના વોર્ડમાં રકતદાન કેમ્‍પ યોજાઈ ગયેલ હતો. જેમાં રાજકોટની જીવનદીપ બ્‍લડ બેંકને  વોર્ડ નં. ૧,૩ અને ૧૨ અને ફીલ્‍ડમાર્શલ બ્‍લડ બેંકને વોર્ડ નં.૪,૫ તેમજ નાથાણી બ્‍લડ બેંકને વોર્ડ નં. ૭,૮ અને વોર્ડ નં. ૧૦ માં સીવીલ બ્‍લડ બેંકને ડોનેટ થયેલ રકતબોટલ અર્પણ કરાયું હતું. આ તકે દરેક વોર્ડમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરેલ જેમાં લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, પ્રદેશ યુવા મોરચા અધ્‍યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર યુવા મોરચા પ્રમુખ કિશન ટીલવા, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુરભાઈ શાહે કરેલ હતું આ તકે મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ સહિત વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, મોરચાના મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિત બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.

(4:06 PM IST)