<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

માલિયાસણમાં દિકરાને જન્‍મ આપ્‍યાના ચોથા દિવસે હેતલબેન હાપલીયાનું મોત

નવજાત દિકરી, દિકરો મા વિહોણા થયાઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૩૦: હાર્ટએટેકથી વધુ એક મૃત્‍યુની ઘટના બની છે. જેમાં કુવાડવા રોડ પર માલિયાસણમાં રહેતાં મહિલાનું દિકરાને જન્‍મ આપ્‍યાના ચોથા દિવસે હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં નવજાત પુત્ર અને એક ત્રણ વર્ષની દિકરી મા વિહોણા થઇ ગયા છે.

જાણવા મળ્‍યા મુજબ માલિયાસણ રહેતાં હેતલબેન ભાર્ગવભાઇ હાપલીયા (ઉ.વ.૩૫) સવારે ઘરે હતાં ત્‍યારે એકાએક ગભરામણ થવા માંડતા પતિને જાણ કરી હતી. એ દરમિયાન તે બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

મૃત્‍યુ પામનાર હેતલબેનને સંતાનમાં ત્રણ વર્ષની એક દિકરી હતી. ચાર દિવસ પહેલા જ તેમણે બીજા સંતાન દિકરાને ખાનગી હોસ્‍પિટલમાં જન્‍મ આપ્‍યો હતો. તબિબત સ્‍વસ્‍થ હોઇ રજા અપાઇ હતી. આજે સવારે એકાએક તબીયત બગડતાં મૃત્‍યુ થયું હતું. તેમના પતિ ભાર્ગવભાઇ હાપલીયા માલિયાસણ કંપનીમાં નોકરી કરતાં હોઇ પતિ-પત્‍નિ અહિ રહેતાં હતાં. મુળ વતન મઘરવાડા ગામે છે. બનાવને પગલે હાપલીયા પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ, પ્રશાંતભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(4:17 PM IST)