તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
બેડીમાં પા.પુ. બોર્ડની ઓફિસમાં મુકેશને વિજકરંટ લાગ્યો

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પરના બેડી ગામે પાણી પુરવઠા બોર્ડની ઓફિસમાં વેલ્ડીંગ કામની મજૂરી કરતાં અને ત્યાં જ ઓરડીમાંરહેતાં મુળ અરવલ્લીના મુકેશ ધીરૂભાઇ પગી (ઉ.વ.૨૯)ને પેનલ બોર્ડમાંથી વિજકરંટ લાગતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. તે અહિ કોન્ટ્રાકટ બેઝથી કામ કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.
(4:18 PM IST)










