તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
તેરા તુજકો અર્પણ...પ્રદ્યુમનનગર પોલીસે ખોવાયેલા ૧૭ ફોન મુળ માલિકોને સોંપ્યા
પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરના પ્ર.નગર પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રૂા. ૨,૬૨,૪૦૦ના ૧૭ મોબાઇલ ફોન અરજદાર-માલિકને પરત સોંપાયા હતાં. પ્ર.નગર પોલીસને મોબાઇલ ફોન ખોવાઇ ગયાની, ચોરાઇ ગયાની અરજી મળી હોઇ સીઇઆઇઆર પોર્ટલના માધ્યમથી ટેકનીલક એનાલિસિસ કરી આ ફોન શોધી કઢાયા હતાં. પોલીસવડાના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ આર.કે. ગોહિલ, કોન્સ. મહેન્દ્રભાઇ વાળા, અરવિંદભાઇ ઝાપડીયા, જેસલબેન મોરી, વૈશાલીબેન ધરસેંડા અને રીટાબેન દવાયતકાએ આ ફોન શોધી કાઢયા હતાં. જે મુળ માલિકને સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર સાર્થક કરાયું હતું.
(4:33 PM IST)










