<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

રાજકોટમાં ગઇ કાલે રર.૮ મી.મી. પાણી પડયું: આજે પણ આગાહી

શહેરમાં ધુપછાંવ માહોલ યથાવત રહેશે, બેસુમાર વરસાદ કયારે વરસશે?

રાજકોટઃ  હવામાન શાસ્ત્રીઓ  દ્વારા આ સપ્‍તાહમાં પણ રાજયમાં સારા વરસાદની આગાહી થઇ છે. આ વચ્‍ચે રાજકોટશહેરમાં ગઇકાલે ધીમીધારે વરસાદ પડયો હતો.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધુપછાંવ માહોલ જોવા મળી રહયો છે. ગઇકાલે પણ એવું જ વાતાવરણ હતું, બપોરે ૪ વાગ્‍યાની આસપાસ ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. એવું લાગતુ હતું કે ઝાપટુ વરસીને થંભી જશે પરંતુ ઝરમર વરસાદ એકધારો ચાલુ જ રહયો હતો.

અંદાજે ચારેક કલાક સુધી ઝરમર ચાલુ જ રહયો હતો. કયારેક વરસાદની ગતિ વધી જતી હતી, આઠેક વાગ્‍યા સુધી મેઘરાજાએ વરસવાનું  ચાલુ રાખ્‍યું હતું હવામાન ખાતામાં રર.૮ મી.મી. નોંધાયો છે. આજે સવારે પવનની ગતિ ૧૪ કિ.મી. ભેજ ૯૦ ટકા છે. આજે પણ મેઘરાજા વરસે તેવું અનુમાન છે. (

(1:25 PM IST)