News of Tuesday, 1st July 2025
એન. જે. ગોહિલ સહિત નાણા વિભાગના ૧૦ અધિકારીઓને સંયુકત નિયામક પદે બઢતી
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ હિસાબી અધિકારી

રાજકોટ તા. ૧: રાજય સરકારના નાણા વિભાગ દ્વારા ગુજરાત હિસાબી સેવા નાયબ નિયામક વર્ગ-૧ના ૧૦ અધિકારીઓને સંયુકત નિયામક તરીકે બઢતી આપી છે જેમાં ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નાણા વિભાગમાં નાયબ નિયામક (જી.ઓ. સેલ) માં ફરજ બજાવતા શ્રી નિલેષકુમાર જે. ગોહિલનો સમાવેશ થાય છે. તેમને બઢતી સાથે તે જ જગ્યાએ રાખવામાં આવ્યા છે. ઉપરાંત શિરીષકુમાર પંચોલી, સતિષવર શુકલ, યોગિતા પરમાર, ગીતાબેન ગામિત, પરેશ એસ. મોદી, બાબુભાઇ ગામિત, વિજય કે. પ્રજાપતિ, જયેશ આઇ. હીંડોચા અને પ્રિયકાંત ખરચલિયાને સંયુકત નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે
(11:51 AM IST)










