<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વેર્સ્‍ટન રેલ્‍વે મજદુર સંઘના ઝોનલ પ્રેસીડેન્‍ટ તરીકે હિરેન મહેતા અને જનરલ સેક્રેટરી પદે આર.જી. કાબરે મુંબઇમાં ચાર્જ સંભાળ્‍યોઃ જુની પેન્‍શન સ્‍કીમ માટે લડત ચાલુ રાખવા ખાત્રી

 

રાજકોટ તા.૩૦: વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદૂર સંઘ નુ  દ્વિવાર્ષીક અધિવેશન વેરાવળ ખાતે તાજેતરમાં આયોજીત કરવામાં આવ્‍યું હતું જેમાં મુંબઈ, પરેલ વર્કશોપ, મહાલક્ષ્મી,રતલામ, અમદાવાદ, વડોદરા,રાજકોટ, ભાવનગર , વર્કશોપ વગેરે વિવિધ ડિવિઝનો માંથી હજારો ની સંખ્‍યામાં રેલ કર્મચારીઓ એ ઉપસ્‍થિત રહી ભાગ લીધો હતો.  જેમાં મુખ્‍ય મહેમાન શ્રીમતી મંજુલા સક્‍સેના PCPO WR મુંબઈ થી પધારેલ હતા તેમજ NFIR ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી ગુમાનસિંહજી ની ઉપસ્‍થિતિ માં આ સફળ અધિવેશન વેરાવળ ખાતે આયોજીત કરવામાં આવ્‍યું હતું. આ અધિવેશન માં સર્વ સંમતિથી અને સમર્થન સાથે રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાને વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ પદે જયારે જનરલ સેક્રેટરી પદે આર.જી. કાબરની વરણી કરવામાં આવી હતી. બંન્ને કર્મચારી અગ્રણીઓ પોતપોતાનો હોદાનો ચાર્જ મુંબઇ સેન્‍ટ્રલ ખાતે આવેલી મજદુર સંઘની હેડ ઓફીસમાં સંભાળી લીધો હતો.

 હિરેન મહેતા છેલ્લા ચાલીસ વર્ષથી વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના બેનર હેઠળ રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો, સમસ્‍યાઓ માટે, હક અને હિત માટે આક્રમક રજૂઆત કરી લડતાં રહ્યાં છે, કાર્ય કરતા રહ્યા છે. તેઓ ટેબલ ટેનિસના રાષ્‍ટ્રીય સ્‍તરના ખેલાડી રહી ચુકયા છે અને હાલ માં સૌરાષ્‍ટ્ર ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી છે. સ્‍પોર્ટ્‍સ ને વધુ માં વધુ પ્રોત્‍સાહન આપવા માટે ફૂટબોલ ટુર્નામેન્‍ટ, બાસ્‍કેટબોલ ટૂર્નામેન્‍ટ, ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, ટેબલ ટેનિસ, વોલીબોલ, લોન ટેનિસ વગેરે ટૂર્નામેન્‍ટ નું આયોજન કરતા રહ્યા છે. વિવિધ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ વળક્ષારોપણ, રક્‍તદાન કેમ્‍પ, ૨૬ જાન્‍યુઆરી પર બાળકો માટે વિવિધ કોમ્‍પીટીશન નું આયોજન જેવી રેલ કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે વિવિધ પ્રવળત્તિઓ કરતા રહે છે .

બંન્ને પદાધિકારીઓએ પોતાના હોદાનો ચાર્જ સંભાળતા  રેલવેમાં ટ્રેડ યુનિયનની મહત્‍વતા, સંઘર્ષ કથા અને આજ મળેલા અધિકારો, વિવિધ એલાઉન્‍સીસ, પગાર પંચ અને પગાર ધોરણો, રેગ્‍યુલર પેમેન્‍ટ, બોનસ, ડીએ , રાત્રી કાર્ય ભથ્‍થું, અન્‍ય ભથ્‍થાઓ, મળતી રજાઓ, વેતન આયોગ વગેરે માટેની સંઘર્ષ યાત્રા અને સફળતાઓની વાત જણાવતા ઉમેર્યું હતું કે, ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ માટે અમારી લડત લાંબા સમયથી ચાલી રહી છે જેને આવતા દિવસોમાં વધુ બળવતર બનાવવામાં આવશે. સાથે સાથે આજ ની કાર્ય સ્‍થિતિઓ, સમસ્‍યાઓ, સરકાર ની શ્રમ વિરોધી નીતિઓ,  પ્રાઈવેટાઈજેશન, ઠેકાદારી પ્રથાઓ, વિવિધ મહત્‍વ ની પોસ્‍ટ સરેન્‍ડર કરવી, સ્‍ટાફ શોર્ટેજ જેવી અનેક સમસ્‍યાઓ માટે પણ સમયાંતરે વિરોધ પ્રદર્શિત થતો રહેશે.

તસ્‍વીરમાં હિરેન મહેતા અને આર.જી. કાબરે મુંબઇ ખાતે ચાર્જ સંભાળ્‍યો ત્‍યારે ઉપસ્‍થિત મુંબઇના  ડીવીઝનલ સેક્રેટરી કિરણ પાટીલ, મુરલી ઐયર, મુંગેકર, મનીષખંડેલવાલ, રાજુ કરાતે, રાજેશ પાપાદ્રીકર- મહાલક્ષ્મી બ્રાન્‍ચ, પરેલ વર્કશોપ, મુંબઇ સેન્‍ટ્રલ બ્રાન્‍ચના કર્મચારીઓ અને સુરેન્‍દ્રનગર ખાતે સ્‍ટેશન પર ઢોલ-નગારા સાથે મહેતાનું સ્‍વાગત કરતા સુરેન્‍દ્રનગરના કર્મચારીઓ સર્વશ્રી રસુલ મલીક, નિરવ રાવલ, વિધી મહેતા, મનુભાઇ રાવલ, રાજુભાઇ રાવલ અને ધુળાભાઇ સહિતના કર્મચારીઓ નજરે પડે છે.

(12:51 PM IST)