<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

પી.એન્‍ડ ટી.વી.શેઠ હાઈસ્‍કૂલમાં યોજાયો શાળા પ્રવેશોત્‍સવ ૨૦૨૫ યોજાયો

રાજકોટઃ તાજેતરમાં ધોરણ -૯ તથા ધોરણ -૧૧માં નવા પ્રવેશ મેળવતા વિધાર્થીઓને શાળામાં આવકારવાનો કાર્યક્રમ પી.એન્‍ડ ટી.વી. શેઠ હાઇસ્‍કૂલ દ્વારા યોજાયો હતો.કાર્યક્રમ  અધ્‍યક્ષ તરીકે  રામભાઈ મોકરીયા( સાંસદ -રાજ્‍યસભા)મુખ્‍ય મહેમાન તરીકે સર્વશ્રી રાજુભાઈ ધ્રુવ-પ્રવકતા (ભાજપ) રાજેશભાઇ માંડલિયા (સદસ્‍ય-નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ -રાજકોટ) વોર્ડ નંબર -૧૪નાં કોર્પોરેટર સર્વશ્રી નિલેશભાઇ જલુ, વર્ષાબેન રાણપરા, તેમજ વોર્ડનંબર ૧૪નાં ભાજપ નાપ્રભારી જીજ્ઞેશભાઈ જોશી, તેમજ મહામંત્રી કેયુરભાઈ મશરૂ તેમજ જી.શિ. કચેરીમાંથી એ.ઈ.આઈ.કાજલબેન કકાસણીયા હાજર રહ્યા હતા, સૌ પ્રથમ મહેમાનો દ્વારા દિપપ્રાગટય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રાર્થના પછી મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત તેમજ પરિચય ડો.તુષારભાઈ પંડયાએ કર્યું હતું. ત્‍યારબાદ તમામ મહેમાનો નું રૂમાલરૂપી પુષ્‍પ તેમજ પુસ્‍તક આપી શેઠ હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પી એન્‍ડ ટી.વી.શેઠ હાઈસ્‍કૂલમાં ધોરણ ૯ તથા ધોરણ- ૧૧ માં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને મહેમાનોના હસ્‍તે પાઠયપુસ્‍તક,બેગ ગણવેશ કીટ આપવામાં આવી હતી. પછી ધોરણ-૧૨ના વિદ્યાર્થી સાધુ નયનએ પર્યાવરણ વિષે વક્‍તવ્‍ય આપ્‍યું હતું. ત્‍યારબાદ  પી એન્‍ડ ટી.વી.શેઠ હાઈસ્‍કૂલમાં ધોરણ -૯ તથા ધોરણ-૧૧ માં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ સ્‍થાન મેળવતા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્‍તે પુરસ્‍કાર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા જેમાં એસ.એસ.સી.બોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવનાર આશુતોષ વિશ્વકર્માને   દ્રિતીય નંબર મેળવનાર મકવાણા દીપકુમાર ને  અને તળતીય સ્‍થાન મેળવનાર ધારૈયા દીપને ે પુરસ્‍કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ તેમજ  પી એન્‍ડ ટી.વી.શેઠ હાઈસ્‍કૂલમાં જ્ઞાનસાધનામાં સ્‍કોલરશીપ મળે છે તેવા વિધાર્થી કનોજીયા આદિત્‍ય,વાળા આર્યન, સાહિલ ભટ્ટી ને પુરસ્‍કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં શાળાના એસ.એસ.સી.તેમજ એચ.એસ.સી.નાં સુંદર પરિણામ બદલ શાળાના માધ્‍યમિક વિભાગના શિક્ષક નીતિનભાઈ ભૂત તેમજ શાળાના આચાર્યશ્રી ડો. તુષારભાઈ પંડયાનું મુખ્‍ય મહેમાનોની સંગાથે સાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું. અંતમાં આભારવિધિ  નીતિનભાઈ ભૂત દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ધોરણ -૧૦ ના વિધાર્થી પીપરવાડીયા તાલિબહુસેન તથા બસિયા દીપ એ કર્યું હતું. કાર્યક્રમ વ્‍યવસ્‍થા માં શિક્ષકો નીતાબેન વિરડા, નિષ્ઠાબેન સોલંકી, સરોજબેન સાંવ, વી.વી.સોરઠિયા , એમ.ડી.જારિયા, વી.એ.પુંજાણી,ડો.વી.આર.ભટ્ટ એન.એ.ભૂત રહ્યા હતા. તેમની સાથે શાળાના ક્‍લાર્ક રમેશભાઈ ઠુંગા, તેમજ સેવક પિયુષભાઈ ભટ્ટ અને વિધાર્થીની ટીમ જેમાં સોડીગલા જીલ, જેઠવા તરુણ, ગોહિલ સુજલ, અમિત કોબીયા, બાવળિયા કિશન, ક્રીશ ચિત્રોડા વગેરે સક્રિય રહ્યા હતા. 

(1:49 PM IST)