<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

આઈસીએઆઈ રાજકોટ બ્રાન્‍ચ દ્વારા MSME અને સ્‍ટાર્ટઅપ પર કુલ ડે સેમિનાર યોજયો

રાજકોટઃ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ ઓફ ઇન્‍ડિયા (ICAI) ની MSME & Startup સમિતિ દ્વારા, અને રાજકોટ શાખા - WIRC ના યજમાનપદ હેઠળ, MSME & Startup પર પૂર્ણદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સૌરાષ્‍ટ્ર ચેમ્‍બર ઓફ કોમર્સ (SCCI), રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ (RCCI), રાજકોટ ગાંધીધામ ચેમ્‍બર (GRCC) તથા SKCCI સાથે સંયુક્‍ત રીતે આયોજિત કરવામાં આવ્‍યો.

આ સેમિનારનો મુખ્‍ય ઉદ્દેશ યુવાનો, નવનિર્મિત ઉદ્યોગો તથા વ્‍યવસાય શરૂ કરવા ઈચ્‍છતા ઉદ્યોગસાહસિકોને જરૂરી માહિતી, સરકારની યોજનાઓ અને વ્‍યવસાયિક સહાય અંગે માર્ગદર્શન આપવાનો રહ્યો. જેમાં મુખ્‍ય મહેમાનો તરીકે શ્રી રમેશભાઇ ટિલાળા (ધારાસભ્‍ય) સીએ રાજીવ દોશી (પ્રેસિડન્‍ટ, GRCCI) અને શ્રી નલિન ઝવેરી (પ્રેસિડન્‍ટ, SKCCI) ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્‍ય આકર્ષણરૂપે, વિવિધ વિશેષજ્ઞો અને ઉદ્યોગસાહસિકો દ્વારા નીચે મુજબના મુખ્‍ય સત્રો યોજાયા હોવાનું એક યાદીમાં શ્રી રાજ મારવાણીયાએ જણાવ્‍યું છે.

સીએશ્રી નિમિષ ખક્કર (મુંબઈ)એ SME ક્ષેત્ર રોકાણ લાવવાના વિકલ્‍પો. IPO પ્રક્રિયા, રોકાણકારોની અપેક્ષા અને compliance બાબતો પર વિગતવાર ચર્ચા કરી.

શ્રી રિશિત કોટેચા ડિરેક્‍ટર, હાથી મસાલા) એ પોતાના ઉદ્યોગસાહસિક પ્રવાસ અને MSME ક્ષેત્રમાં અનુભવ વિષે વાત કરી. તેમણે બ્રાન્‍ડ બિલ્‍ડિંગ, માર્કેટમાં ટકી રહેવાની રણનીતિ અને ફેમિલી બિઝનેસના આધુનિકીકરણ પર વિમર્શ કર્યો.

વિવિધ અનુભવી SME માટે IPO લાવવાની શકયતાઓ પર ચર્ચા કરી જેમાં સીએ સર્વશ્રી નિમિષ ખક્કર મુંબઇ, હિરેન દોશી (રાજકોટ), કલ્‍પેશ પારેખ (રાજકોટ)એ ચર્ચા દરમિયાન વિવિધ compliance, valuation, underwriter selection અને પોસ્‍ટ-IPO વ્‍યવસ્‍થાપન અંગે માહિતી  આપી હતી.

વડોદરાથી આવેલ સીએ શ્રી જલાજ છાયાએ ‘‘Value Creation to Valuation" વિષય પર startupના વધારા, તેમના મૂલ્‍યાંકનના ફોર્મ્‍યુલા, અને રોકાણકારોની દૃષ્ટિથી startup કેવી રીતે prepare થાય તે વિષે વિગતવાર સમજાવ્‍યું.

સર્વ શ્રી રવિન ભડજા, ડો. વિશાલ દોશી (આર.કે. યુનિવર્સિટી), સીએ હિરેન ઠક્કરનુ સડોર, શ્રી નિશાન ચાગ, સીએ અંકિત કોઠારી, શ્રી પેન્‍સ મટારિયા એ પેનલ ચર્ચા દરમિયાન સ્‍ટાર્ટઅપ ફંડિંગ, ઇક્‍વિટી શેરિંગ, ટેક પ્રોડક્‍ટની વેલ્‍યુએશન અને ઇન્‍વેસ્‍ટર રેડિનેસ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી.

આ સેમિનારનો ઉદ્દેશ MSME અને સ્‍ટાર્ટઅપને નાણાકીય રીતે સશક્‍ત બનાવવા, યોગ્‍ય માર્ગદર્શન આપવાનું અને રોકાણના વિકલ્‍પો સાથે ઓળખાણ કરાવવાનો હતો. તેમ ICAIરાજકોટ બાંચના ચેરમેન સી.એ. રાજ મારવાણીયા એ જણાવ્‍યું છે.

(2:01 PM IST)