<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

હાસ્‍ય કલાકાર કૌશિક મહેતાનું સન્‍માન

સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરદાર પટેલ ભવન, ન્‍યુ માયાણીનગર ખાતે વાર્ષિક સભા દરમિયાન પહાડી કંઠના લોકગાયક અને હાસ્‍ય લોકસાહિત્‍યકાર કૌશિક મહેતાના હાસ્‍ય દરબારનું આયોજન કરાયુ હતુ. કાર્યક્રમનું દીપપ્રાગટય એસ.જી.વી.પી. સ્‍કુલ રીબડાના મહંત કોઠારી શાષાી સ્‍વામી શ્રી ધર્મવત્‍સલ સ્‍વામીએ કર્યુ હતુ. મોડે સુધી લોકસાહીત્‍ય અને હાસ્‍યનો કાર્યક્રમ પીરસનાર કૌશિક મહેતાનું પણ આ તકે સન્‍માન કરાયુ હતુ. સમગ્ર હાસ્‍ય દરબારને સફળ બનાવવા સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ કુમનભાઇ વરસાણી, જયેશભાઇ દુધાત્રા, ઉમેશભાઇ ભેસાણીયા, આશીષભાઇ વેકરીયા, પરેશભાઇ પટોડીયા, શૈલેષભાઇ સોજીત્રા, કૌશિક મહેતા અને જય સરદારની ટીમે જહેમત ઉઠાવી હતી. 

(2:52 PM IST)