તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ભાજપના રાજમાં રાજકોટ મહાપાલીકા એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી
શહેર કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ ડો.રાજદીપસિંહજી અકિલાના આંગણેઃ કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લીધા :શહેરને શિકાગો બનાવવાની વાતો કરનારા શાસકોએ જનતા ઉપર તોતિંગ ટેક્સ ઝીંકી દીધાઃ રિવરફ્રન્ટ યોજનાનું બાળમરણ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ નવનિયુક્તિ પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા સહિતના કોંગ્રેસના તમામ આગેવાનો અકિલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી શાસન રહ્યું છે. રાજ્ય સરકારમાં ભય, ભૂખ અને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપે મહાનગરપાલિકામાં જ્યાં માનવી ત્યાં સુવિધા, છેડવાના વિસ્તારનો વિકાસ, ભષ્ટ્રાચાર મુક્ત શાસનનો કોલ આપી, શહેરમાં અડધી કલાક પાણી વિતરણ, શહરને સ્માર્ટ સિટી બનાવશું, હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની વાત કરનારા શાસકોએ પાણી વેરા, મકાન વેરા, ગાર્બેજ કલેક્શન ચાર્જ, નવા વાહન ચાર્જમાં જુદા જુદા પ્રકારના અનેક વેરા રાજકોટના શહેરીજનો ઉપર લાદવામાં આવ્યા છે.
સત્તાધીશો દ્વારા સ્માર્ટ સિટીનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રોજેકટ જીઓ ટેગિંગ થી દરેક મિલકતનો સર્વે કરી રેકોર્ડ કરવાની વાત હતી તેનુ સૂરસુરિયું થઈ ગયું છે. શહેરમાં વિકાસની વાતો વચ્ચે શહેરની હાલત ગામડા કરતા પણ બદતર થઈ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અનેક શાળાઓ આજે પણ ભાડાના મકાનમાં બેસે છે તેનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી સારી સુવિધા વિદ્યાર્થીઓને મળે એ માટે પ્રયાસો કરાશે. રાજકોટની જનતા ડહોળા, ગંધાતા અને ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી જવાની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. શાસકોએ ચૂંટણી સમયે શહેરને અડધી કલાક પાણી આપવાના દિવાસ્વપનો દેખાયા હતા. પરંતુ શહેરમાં આજે પણ અનેક વિસ્તારોમાં ૨૦ મિનિટ પાણી મળતું નથી અને ટેન્કર યુગ ચાલે છે. નવા વિસ્તારોમાં પાણીની લાઈનો ન હોવાને પગલે ટેન્કરથી પાણી વિતરણ કરવું પડે રાજહીપસિંહજી જાડેજાએ વધુમાં જણાવેલ ડે છે.
રાજદિપસિંહજી જાડેજાએ વધુમાં જણાવેલ કે ભાજપ સરકાર શહેરના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ના નવ નિર્માણની વાતો છેલ્લા ૧૫ વર્ષથી કરી રહી છે અને દર ચૂંટણી સમયે હથેળીમાં ચાંદ બતાવી. રામનાથ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરવાની વાતો કરવામાં આવે છે પરંતુ મંદિર પાસેની ગંદકી કચરાના ગંજ હટાવી નહી શકતી મહાનગરપાલિકા એ જિલ્લા કલેકટર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનના અભાવે વર્ષ ૨૦૧૭ માં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નવનિર્માણનું ખાતમુહૂર્ત જેમાં પાંચ કરોડ રૂપિયા વાપરવાની જાહેરાત બાદ ડિઝાઇન ખોટી હોવાને પગલે કામ ખોરંભે પડ્યું છે.
આજી રિવરફ્રન્ટ અંગે વખતોવખત જાહેરાતો કરવામાં આવી છે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ કોઈ નક્કર કામગીરી આજે પણ ન થતા આજે રિવરફ્રન્ટ યોજનાનું બાળ મરણ થયું છે. રામનાથ મહાદેવ મંદિરનું કામ ખોરંભે પડતા મહાદેવના ભક્તો રોષની લાગણી ફેલાઈ છે. આજે રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અંગે રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત બેઠકો થઈ છે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. કોંગ્રેસ શાસન માં આવશે તો અગ્રતાક્રમે આજે રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણનું કાર્ય હાથ ધરશે.
આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા ચહેરાઓ અને યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓન વિગેરે ને સભ્ય બનાવવાની નોંધણી કરાશે અને ટૂંક સમયમાં શહેર કોંગ્રેસ સમિતિ નું માળખું જાહેર કરવામાં આવશે. દરેક વોર્ડમાં રસ્તા, ગટર, પાણી અને પ્રાથમિક જરૂરિયાતો અંગે રાજકોટ મહાનગરપાલીકા સામે લડત ચલાવવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી છે દરેક શાખામાં ભ્રષ્ટાચારની બદબુ આવે છે અને આજે પણ અગ્નિકાંડની ઘટનાને પગલે ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલ ભેગા થયા છે ભૂતકાળમાં પણ મહાનગરપાલિકામાં લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ સપડાયા છે. મહાનગરપાલિકાની વોર્ડમાં ઓફિસ માં પણ સામાન્ય કામો માટે અનેક ધકકાઓ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકામાં જાગળત નાગરિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને ઇન્વર્ડ કરેલી અરજીઓનું જવાબ મળવો જોઈએ તે મળતો નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષમાં છ વખત ઓપન હાઉસ કરે જેમાં લોકોને સાંભળે અને વ્યાજબી પ્રશ્નો હોય તેનો તાત્કાલિક ઉકેલ લાવે.
શહેરમાં ટ્રાફિક પ્રશ્નો અંગે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ કમિશનર વચ્ચે સંકલન નો અભાવ હોવાથી લોકો ઉપર આકરો દંડ વસૂલવામાં આવે છે. શહેરમાં ટુ વ્હીલર્સ ફ્રી ર્પાકિંગ હોવું જોઈએ આરોગ્ય કેન્દ્રના તમામ દવાખાનામાં આયુર્વેદ, નેચરોપેથી, એકયુ-ેશર, હોમિયોપેથીને વિશેષ મહત્વ આપી આ સેવાઓ ચાલુ કરવી જોઈએ.
રાજકોટ મહાનગરપાલિકામાં બે થી ત્રણ વર્ષે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ની નવી ભરતી કરે ઉમર મર્યાદામાં વધારો કરે વોર્ડ વાઈઝ દરેકને તેમાં યોગ્ય સ્થાન મળે તે જોવામાં આવે સફાઈ કામદારોની પણ ભરતી કાયમી ધોરણે થવી જોઈએ. સિનિયર સિટીઝનોને દરેક કામમાં અગ્રતા આપવામાં આવે અને મહાનગરપાલિકાના તમામ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ફળો ઔષધીય વળક્ષો વાવવામાં આવે ઘટાદાર વળક્ષોને પણ ખાસ જરૂરી છે મહાનગરપાલિકાના ગાર્ડનમાં કોઈ વળક્ષ ઉગાડવામાં આવ્યા નથી તેમ જે હયાત વળક્ષો છે તેની છેદનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૮માં લોકોને પડતી હાલાકી અંગે આગામી દિવસોમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરી લોકોને જે કંઈ સમસ્યાઓ હશે તે અંગે તંત્રને ઢંઢોળાશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લેતા શહેર કોંગ્રેસના નવનિયુ્કત પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજા નજરે પડે છે. સાથે કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી અતુલ રાજાણી વશરામભાઈ સાગઠિયા, ડો.મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગ વાસવડા, જસવંતસિંહ ભટ્ટી, નરેન્દ્ર સોલંકી, સંજય અજુડીયા, ગૌરંગભાઈ પૂજારા, પ્રવિણભાઈ કારડીયા, રહીમભાઈ વોરા, દિપ્તીબેન સોલંકી, ગોપાલ અનડકટ, ડો.નયના જાડેજા, મનિષાબા વાળા, દિલિપભાઈ આશવાણી, જયાબેન ચૌહાણ, રણજીત મુંધ, સૂરેશ બથવાર, હિરલ રાઠોડ, જયાબેન ટાંક, યુનશ જુણેજા, યજ્ઞેશ દવે, ડિ.પી.મકવાણા, વૈશાલીબેન શિંદે, ગોપાલ મોરવાડીયા, રાજેન્દ્રસિંહ ઝાલા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨૭)
મહિલા, યુવાનોની ટીમ બનાવશેઃ ૧૪ વોર્ડમાં કમીટી બનાવાઈઃ દરેક વોર્ડમાં સદસ્યતા અભિયાન હાથ ધરાશે
હોદ્ેદારો, આગેવાનોનું માર્ગદર્શન મળતું રહેશે
રાજકોટઃ શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે શહેરના ૧૪ વોર્ડમાં બુથ એજન્ટ માટે કમીટી બનાવવામાં આવી છે. બાકીના ચાર વોર્ડમાં પણ જલ્દીથી કમીટી બની જશે. હોદ્્ેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને યુવાનોની ટીમ બનાવવામાં આવશે. વોર્ડવાઈઝ સ્વેચ્છીક જવાબદારી કાર્યકરો લઈ રહ્યા છે. દરેક વોર્ડમાં સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે.
શાસકોનું કામ લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનું, શાસકોને જગાડવાનું કામ અમારૂઃ પદાધિકારીઓ પોતાના ખીચ્ચા ભરવામાં જ મસ્ત
એક સમયે કોર્પોરેટરો વહેલી સવારે ૫ વાગે લોક પ્રશ્નો માટે પોતાના વિસ્તારમાં નિકળતા, આજે ડોકતા પણ નથી
રાજકોટઃ ડો.રાજદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે શહેરમાં ભાજપનું શાસન છે. લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની જવાબદારી સતાધીશોની છે. પરંતુ એકપણ કામો થતાં નથી. પદાધિકારીઓ પોતાના ગજવા ભરવામાં જ વ્યસ્ત છે. એક સમય એવો હતો કે કોર્પોરેટરો દરરોજ વ્હેલી સવારે ૫ વાગે પોતાના વિસ્તારમાં નિકળતા અને લોકપ્રશ્નો સંભાળી તેનો ત્વરીત ઉકેલ લાવતા. પણ આજે તો કોર્પોરેટરપદે ચુંટાયા બાદ પોતાના વિસ્તારમાં દેખાતા જ નથી. શાસકોનું કામ છે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનું, જ્યારે અમારૂ કામ શાસકોને જગાડવાનું છે.
(2:53 PM IST)










