તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
રાજકોટ લોકમેળોઃ કલેકટરે બેઠક યોજીઃ સાંજે રાઇડ માલીકો સાથે મીટીંગઃ SOPમાં બાંધછોડ નહિં
રાઇડ માલિકો નહીં આવે તો અમે બીજી મનોરંજક વ્યવસ્થા વિચારી જ છે... : ફોર્મ હવે ઉપડશે તેવો આશાવાદઃ રાઇડને અને રમકડા-ખાણીપીણીના સ્ટોલને કાંઇ લાગતું વળગતું નથી..

રાજકોટ તા. ૧: આગામી ઓગષ્ટ મહિનામાં રેસકોર્સ મેદાન ઉપર યોજાનાર કલેકટર તંત્ર આયોજીત જન્માષ્ટમી તહેવારને અનુસંત્રીને લોકમેળા સંદર્ભે કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશે આજે પોતાના અધિકારીઓ સીટી પ્રાંત-૧, એડીશ્નલ કલેકટર, કોર્પોરેશન, માર્ગ-મકાન-વીજ તંત્રના અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે મહત્વની બેઠક યોજી હતી.
આ પછી રાજકોટ કલેકટરે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ અમારી ઇન્ટરનલ મીટીંગ હતી, તેમાં તૈયારીઓ-વ્યવસ્થા-સિકયુરીટી વિગેરે બાબતે ચર્ચાઓ થઇ છે.
તેમણે જણાવેલ કે સાંજે રાઇડમાલીકો મળવા આવનાર છે, SOP અંગે ચર્ચાઓ થશે, પરંતુ SOP માં તો કોઇ બાંધછોડ નહિં થાય, વચ્ચેનો રસ્તો નીકળે છે કેમ તે અંગે પણ વિચારશું.
ફોર્મ ભરાયા નથી તે અંગે કલેકટરે જણાવેલ કે ફોર્મ હવે ઉપડશે અને ભરાશે તેવો આશાવાદ છે, દરેક સ્ટોલ માલિકો પોતાના બીઝનેશ પર્પઝથી સ્ટોલ રાખતા હોય છે, રાઇડ માલીકો ન આવે તો તેના કારણે રમકડા-ખાણીપીણી કે અન્ય સ્ટોલ અટકી જાય તેવું નથી, રાઇડ અને રમકડા-ખાણીપીણીના સ્ટોલને કાંઇ લાગતું વળગતું નથી.
રાઇડ માલિકો ન આવે તો, તે અંગે કલેકટરે ઉમેર્યું હતું કે રાઇટ માલીકો નહીં આવે તો અમે લોકોને-ફરવા આવનાર, મેળો મહાલવા આવનાર લોકોને બીજી મનોરંજક વ્યવસ્થા, બાબત મળે તે અંગે વિચાર્યું જ છે, તેમણે જણાવેલ કે રેસકોર્સ મેદાન ખાતે મેળો તો યોજાશે, તે ૧૦૦ ટકાની બાબત છે. (૭.૧૮)
(2:58 PM IST)










