તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
જુદા-જુદા ત્રણ દરોડામાં પીસીબીએ ૮ લાખથી વધુનો દારૂ ઝડપી લીધો

પતરાની આડમાં આઇસરમાં લવાતો ૬ લાખથી વધુ કિંમતના દારૂ સાથે ઝડપાયેલો ડ્રાઇવર આશીષ હિંગરાજીયા નજરે પડે છે. (ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા.૧: પીસીબીની જુદી-જુદી ટુકડીઓ દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ ઉપર રોક લગાવવા સતત પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ થઇ રહયું છે. આ દરમ્યાન પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીસીબીના હેડકોન્સ. કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને કોન્સ.યુવરાજસિંહ રાણાને મળેલી સંયુકત બાતમીના આધારે કૈલાશ ઇન્ડસ્ટ્રીઝ, ૮૦ ફુટ રોડ સ્વાતીપાર્ક મેઇન રોડ, કાબા એકસપ્રેસ ટ્રાન્સપોર્ટ સામેથી આઇસર ટ્રકને ઝડપી લઇ પતરાની આડમાં લવાતી રોયલ ચેલેન્જ વ્હીસકીની ૨૭૮૪ બોટલ કિ.રૂ.૨,૯૮,૫૬૦/-, આઇકોનીક વાઇટ ફાઇનેસ્ટ વ્હીસ્કીની ૯૧૨ બોટલ કિ.રૂ.૯૧,૨૦૦/-, સ્ટર્લીંગ રીઝર્વડ બ્લેન્ડેડ વ્હીસકીની ૯૧૨ બોટલ કિ.રૂ.૨,૬૨,૬૫૬/- સહિત ૬,૫૨,૪૧૬/-ની કિંમતનો દારૂ અને મોબાઇલ ફોન તેમજ ૧૦ લાખની કિંમતનું આઇસર સહિત ૧૫,૫૭,૪૫૭નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પીસીબીની ટુકડીએ સોૈરાષ્ટ્ર હોટલ પાછળ ગોંડલ રોડ પર રહેતા ડ્રાઇવર આશીષ રમણીકભાઇ હિંગરાજીયાની પુછપરછ શરૂ કરી છે.
આ ઉપરાંત પીસીબીના એએસઆઇ. મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચોૈહાણ અને હરદેવસિંહ રાણાને મળેલી જુદી-જુદી બે બાતમીઓ અંતર્ગત ૧૫૦ ફુટ રીંગરોડ મવડી ચોકડી આગળ, કૃતિઓનેલા પાસેથી એકટીવા જીજે-૦૩-એનડી-૮૧૮૨ ઉપર નીકળેલા યશ નિરજ બદિયાણી રે.સ્કાયહાઇટસ ફલેટ ગોવર્ધન ચોકને અટકાવી તેની ડેકીની તલાશી લેતા જોનીવોકર રેડલેબલ બ્રાન્ડની ૧૨ બોટલ કિ.રૂ.૩૭૦૮૦ ની પકડી પાડવામાં આવી હતી.
બીજી બાતમી અંતર્ગત મવડી રામધણ સામે પાર્થ મોટર સામે આવેલા ખુલ્લા પ્લોટમાંથી રજની ધીરૂભાઇ પાનસુરીયા રે.સુભાષનગર શેરી નં.૧, કોઠારીયા હોલને જોનીવોકર બ્રાન્ડની ૯૨,૭૦૦ની કિંમતની વધુ ૩૦ બોટલો સાથે ઝડપી લીધો હતો
(3:20 PM IST)










