<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મોટા મવામાં પાણીની લાઇન તુટીઃ પાણી વિતરણ મોડુઃ યુધ્‍ધના ધોરણે રિપેરીંગ

મનપા દ્વારા તુરંત સમારકામ હાથ ધરાયું: તિરૂમાલા સોસાયટીમાં પાણી મોડુ આવતા દેકારો

રાજકોટ તા.૧: શહેરના વોર્ડ નં.૧૧માં મોટા મહુવા વિસ્‍તારમાં ઉડાન સ્‍કુલ પાસે ૪૦૦ એમ.એમ મેન લાઇન લીકેજ થવાની જાણ થતા તાત્‍કાલીક મેન લાઇન બંધ કરી મનપા દ્વારા રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.

આ લીકેજ થવાથી તિરૂમાલા સોસાયટીનું પાણી વિતરણ બંધ રાખવામાં આવેલ તેમજ બાકીના વિસ્‍તારો આંગન ગ્રીન સિટી, રૂદ્રા હેરીટેજ, શ્રીનાથ પાર્ક તેમજ લાગુ વિસ્‍તારમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવેલ છે.

આ લાઇન રીપેર થયા બાદ તિરૂમાલા સોસાયટીમાં પાણી વિતરણ કરવામાં આવ્‍યું હતું (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(3:30 PM IST)