News of Tuesday, 1st July 2025
શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ભવ્ય ‘મેગા જોબ ફેર': ૩૮ યુવાનોને તાત્કાલિક નોકરીઃ ૧૯૨ને ઓફર
રોજગારક્ષમતા એ માત્ર કુશળતાનો સમૂહ નથી, પરંતુ ઉચ્ચ શિક્ષણ દ્વારા પ્રાપ્ત અનુભવો અને ગુણોની શ્રેણી છે. જીવનભર શીખવાની પ્રક્રિયા સાથે જોડાયેલા રહીને સંપૂર્ણ વ્યક્તિ :વિકાસ માટે સજાગ રહેવું જોઈએઃ માંધાતાસિંહ જાડેજા

રાજકોટ : શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે તાજેતરમાં શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્રના પ્રથમ ‘મેગા જોબ ફેર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૨ નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓએ ૪૬૬ રોજગાર વાંચ્છુઓના ઇન્ટરવ્યૂ લીધા, જેમાંથી ૩૮ યુવક-યુવતીઓને તાત્કાલિક નોકરી અને ૧૯૨ને રોજગારની ઓફર આપવામાં આવી.
સ્ટડી સર્કલના પ્રમુખ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે, રોજગારક્ષમતા એ માત્ર કુશળતાનો સમૂહ નથી, પરંતુ ઉચ્ચ શિક્ષણ દ્વારા પ્રાપ્ત અનુભવો અને ગુણોની શ્રેણી છે. આ કાર્યક્રમ યુવાનોને શિક્ષણ, પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા સશક્ત બનાવવાનો પ્રયાસ છે.
આ કાર્યક્રમનો શુભારંભ સ્ટડી સર્કલના પ્રમુખ શ્રી માંધાતાસિંહજી જાડેજા, મંત્રી શ્રી દેવેન્દ્રસિંહજી જાડેજા (કોઠારીયા-ટીકુભા), સંસ્થાના સુત્રધારો અને શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના ટ્રસ્ટીઓના કરકમલોથી દીપ -ાગટય દ્વારા થયો.
ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે, ‘શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય દ્વારા શિક્ષણ, પ્રશિક્ષણ અને ગૌણ સેવાઓ ઉપરાંત જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે સામાન્ય કૌશલ્ય, વ્યક્તિગત વિશેષતાઓ, સ્થાનાંતરિત કુશળતા, અને ૨૧મી સદીની ક્ષમતાઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની યુવા ટીમ વર્ષભર વિદ્યાર્થીઓના પથ પ્રદર્શન માટે સતત કાર્યરત રહે છે, જેનો મને ગર્વ છે.'
તેમણે વધુમાં કહ્યું, ‘આજે ઉદ્યોગ જગતના અનેક એકમો એક જ સ્થાને ઉપસ્થિત થયા છે અને રોજગાર વાંચ્છુઓની ક્ષમતાઓ, કૌશલ્યો, વિષય જ્ઞાન, વાટાઘાટ ક્ષમતા, વિશ્વસનીયતા અને ઉત્સાહ જેવા ગુણોના આધારે પસંદગી કરી રહ્યા છે. રોજગારક્ષમતા એ માત્ર કુશળતાનો સમૂહ નથી, પરંતુ ઉચ્ચ શિક્ષણ દ્વારા પ્રાપ્ત અનુભવો અને ગુણોની શ્રેણી છે.
જીવનભર શીખવાની પ્રક્રિયા સાથે જોડાયેલા રહીને સંપૂર્ણ વ્યક્તિ વિકાસ માટે સજાગ રહેવું જોઈએ.' કાર્યક્રમમાં સ્વાગત -વચન અને સંસ્થાનો પરિચય શ્રી અશોકસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવ્યો, જ્યારે આભારવિધિ શ્રી શૈલેન્દ્રસિંહ રાણા દ્વારા કરવામાં આવી.
આ કાર્યક્રમની સફળતા માટે સ્ટડી સર્કલના ઉપપ્રમુખ શ્રી અશોકસિંહ વાઘેલા (લોલિયા), શ્રી શૈલેન્દ્રસિંહ રાણા (દુધરેજ), મંત્રી શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા-કોઠારીયા), સહમંત્રીઓ શ્રી રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ), શ્રી રત્નદિપસિંહ જાડેજા, શ્રી સત્યજીતસિંહ જાડેજા, તથા જોબ ફેર કમિટીના સભ્યો શ્રી હરદીપસિંહ ઝાલા (ખાટડી), શ્રી વિજયસિંહ જાડેજા (કુબેર વિસોત્રી), શ્રી છત્રપાલસિંહ જાડેજા (પડવલા), શ્રી રામચંદ્રસિંહ જાડેજા (ખાખડાબેલા), શ્રી જગદીશસિંહ જાડેજા (ધ્રાફા), શ્રી મયુરસિંહ જાડેજા (વાગુદડ), શ્રી રવિરાજસિંહ ઝાલા (સરધારકા), શ્રી નિલરાજસિંહ જાડેજા (ચાંદલી), શ્રી આદિત્યસિંહ ગોહિલ (ખીજડીયા), શ્રી રાજદીપસિંહ ઝાલા (વણા), શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (ડીએસઓ), શ્રી મહિરાજસિંહ ઝાલા (રતનપર), શ્રી યોગરાજસિંહ જાડેજા (કાલિપાટ), અને શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (નાના મૌવા)એ ભારે હેમત ઉઠાવી હતી. આ મેગા જોબ ફેર રોજગારદાતાઓ અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બન્યો, જે યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગારની તકોના સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.(૩૭.૪)
વેટ વિભાગમાં બદલી-બઢતીનો દોરઃ ૩૪ જેટલા કમિશ્નર-ડે.કમિશ્નર-જોઇન્ટ કમિશ્નરના હૂકમો
રાજકોટ-૧૦માં અપીલમાં ધર્મેશકુમાર ગોવાણી અને મહેશકુમાર પટેલ મુકાયા
રાજકોટ, તા. ૧: રાજયના નાણા વિભાગે ગઇકાલે સાંજે GST વિભાગના ૩૪ જેટલા કમિશ્નર, ડે. કમિશ્નર તથા જોઇન્ટ કમિશ્નરના બદલી-બઢતીના હુકમો કર્યા છે.
અધિકારી સૂત્રોમાંથી મળતી માહિતિ મુજબ રાજકોટમાં વિભાગ-૧૦ માં અપીલમાં અમદાવાદથી ધર્મેશકુમાર ગોવાણી મહેશકુમાર અમિચંદ પટેલની નિમણુંક થઇ છે.
આ ઉપરાંત અમદાવાદના એન.વી. કામોળ સંયુકત રાજયવેરા કમિશ્નર તરીકે ગાંધીધામ મુકવામાં આવ્યા છે, તેમને પ્રમોશન અપાયું છે.
આ ઉપરાંત ૧૪ જેટલા નાયબ રાજયવેરા કમિશ્નરની બદલીના હુકમો થયા છે, આ તમામ અમદાવાદ, વડોદરા, સુરતમાં ટ્રાન્સફર અપાઇ છે, જો કે અમદાવાદના કનુભાઇ તબિયાર ને જુનાગઢ નાયબ રાજયવેરા કમિશ્નર દરોડા મીટીંગમાં મુકવામાં આવ્યા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે ૭ જેટલા સહાયક રાજયવેરા કમિશ્નરને પ્રમોશન અપાયું છે, જેમાં રાજકોટના રોહન સરાવગીને અમદાવાદ તો અમદાવાદના શિવમ જાનીને રાજકોટ વિભાગ-૧૦ માં અપીલ-ર માં મુકવામાં આવ્યાનું ઉમેરાયું હતું.(૬.૧પ)
(3:54 PM IST)










