<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

નવનિર્મિત આર્ટ ગેલેરીમાં કલાપ્રદર્શન માટે ૭ થી ર૦ હજાર સુધી ભાવ રાખવા ભલામણ

જયારે ટીકીટ સાથેના કાર્યક્રમો માટે ૧૨ થી ૩પ હજાર સુધી ભાડુ લેવા સુચન : કાલે સ્‍ટેન્‍ડીંગમાં નિર્ણય

રાજકોટ, તા., ૧: મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે આવેલ શ્‍યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું આધુનિકીકરણ કરવામાં આવેલ છે. આ આર્ટ ગેલેરી સંપૂર્ણ રીતે વાતાનુકુલીન છે. આ આર્ટ ગેલેરીનું લોકાર્પણ તાજેતરમાં થયેલ છે. સદરહુ આર્ટ ગેલેરીનું ભાડું તથા ડિપોઝીટની રકમ ઉપરોક્‍ત સંદર્ભથી નિયત કરવામાં આવેલ, પરંતુ તેના આધુનિકરણ બાદ ડીપોઝિટ તથા ભાડાનાં સુધારેલા દર નીયત કરવાનાં થાય છે.

આર્ટ ગેલેરીમાં ત્રણ હોલ છે. જે મુજબ તેના ભાડાના દર તથા ડીપોઝીટની રકમ નિયત કરવા તથા ભાડે આપવા સંબંધેના નિયમો નિયત કરવા તેમજ સંચાલન સંબંધેના નિયમોમાં નક્કી કરવા અંગે કાર્યવાહી હાથ ધરવાની થાય છે તથા પ્રત્‍યેક યુનિટનાં ડિપોઝિટ તથા ભાડાના દર માટે અભિપ્રાય આપવામાં આવેલ છે.  (૪.૨૬)

(4:00 PM IST)