તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
શહેરના ૭ વેપારીઓના નમૂના નાપાસઃ કુલ ૧.૯૬ લાખનો દંડ
અજેન્દ્ર ડેરી ફાર્મ, હિરવા હેલ્થ કેર, રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ, રાધે કેટરર્સ, શ્રી ખોડીયાર ડેરી ફાર્મ એન્ડ નમકીન, પ્રકાશ સ્ટોર્સમાંથી પનીર, ન્યુટ્રીશન ફુડ સપ્લીમેન્ટ, મંચુરિયન ફાઇડ, ફરાળી લોટ, મિકસ દૂધ તથા મુખવાસના સેમ્પલમાં ભેળસેળ ખુલીઃ કેક, બ્રેડ, ચટણી, ધુઘરા તથા સબ્જી સહિત ૬ નમુના લેતી ફુડ શાખા

રાજકોટ તા. ૧ :..મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થના નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ૭ પેઢીમાંથી લેવામાં આવેલ પનીર, ફુડ સપ્લીમેન્ટ, મંચુરિયન ફાઇડ, ફરાળી લોટ, મિકસ દુધ, મુખવાસના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કુલ ૧.૯૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના ૦૭ નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા.૧,૯૬ લાખ દંડના હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા અજેન્દ્ર ડેરી ફાર્મ, સોરઠીયાવાડી ૬-૮ કોર્નર, ૮૦ઁ રોડ, કોઠારીયા રોડ મુકામેથી પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ(વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક વિજયભાઇ વિનોદભાઇ અગ્રાવત તથા પેઢીના માલિક-પરવાનેદાર રાજેશભાઈ શિવાભાઈ ઢાંકેચાને કુલ રૂા. ૧ લાખ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા ‘‘હિરવા હેલ્થ કેર'', ‘‘ધારેશ્વર કળપા'', સત્યનારાયણ શેરી નં. ૨, ગાંધીગ્રામ, મુકામેથી MVHIR NUTRITIONAL FOOD SUPPLEMENT (10 TAB. PACKED)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં METHYLCOBALAMIN ની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના ભાગીદાર સુરેશચંદ્ર રાજમણી પટેલ, માર્કેટર પેઢીના માલિક શબનમ સોરવ કુશ્વાહા, માર્કેટર ભાગીદારી પેઢી-હિરવા હેલ્થ કેર, ઉત્પાદક પેઢીના ભાગીદાર- સુરેશભાઇ કાંતિભાઈ પ્રજાપતિ, ઉત્પાદક પેઢીના પાર્ટનર -સુરેશકુમાર અમીચંદ પ્રજાપતિ તથા ઉત્પાદક ભાગીદારી પેઢી EMPYREAM LIFESCIENCE ને કુલ મળીને રૂટ્ટ. ૪૨ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા ‘રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ', પંચેશ્વર પાર્ક-૮, નવો ૧૫૦ રિંગ રોડ-૨, નંદનવન રેસ્ટોની બાજુમાંથી મંચુરિયન ફાઇડ (પ્રિપેર્ડ- લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સીન્થેટિક ફૂડ કલર- SUNSET YELLOW FCF અને PONCEAU 4R ની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ' જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના ભાગીદાર તથા નોમિની વિવેકભાઈ હિતેશભાઇ સવજાણી તથા ભાગીદારી પેઢી ‘રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ'ને કુલ મળીને રૂા. ૨૦ વીસ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા રાધે કેટરર્સ, રેડિયન્સ એપાર્ટમેન્ટ, રૈયા રોડ, નાગરિક બેંકની પાસે થી ફરાળી લોટ- ફરાળી પેટીશ માટેનો (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં મકાઇના સ્ટાર્ચની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ચેતનભાઈ નવીનચંદ્ર પારેખને કુલ રૂા. ૧૦, હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા શ્રી ખોડિયાર ડેરી ફાર્મ એન્ડ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી, બ્લોક નં.૩૩, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ પરથી મિક્સ દૂધ (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી અને SNF નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક ખોડાભાઈ ગોકળભાઈ લુણાગરીયાને રૂા.૧૦ હજારનો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામેથી નંદા મુખવાસ- હીરામોતી ફ્લેવર (૫૦૦ ગ્રામ પેકડ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક કલ્પેશભાઇ કાંતિલાલ નંદાને રૂા. ૭ હજાર નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા પ્રકાશ સ્ટોર્સ, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસેથી ફેન્સી મીઠો મુખવાસ (કેસરી) (૧ કિગ્રા પેક્ડ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક કલ્પેશભાઇ કાંતિલાલ નંદાને કુલ રૂા. ૭ હજાર નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ફૂડ વિભાગ દ્વારા અતુલ બેકરીમાં કેક પેસ્ટ્રી અંગેની ફરિયાદ મળતા ફૂડ વિભાગની ટીમો દ્વારા રાજકોટ શહેરમાં આવેલ અતુલ બેકરીના અલગ અલગ આઉટલેટ્સમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ, જે પૈકી જાસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, ૧૫૦ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ અંબિકા ફૂડ્સ (અતુલ બેકરી) પેઢીને ખાદ્યચીજોનું યોગ્ય તાપમાને સ્ટોરેજ કરવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી બેકરી પ્રોડક્ટના બે નમૂના લેવામાં આવેલ.
કેક, બ્રેડ, ધુધરા, સબ્જી સહિત ૬ નમૂના લેવાયા
સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૦૬ નમૂના લેવામાં આવેલ જેમાં ડાર્ક ફોરેસ્ટ ચોકો કેક - અંબિકા ફૂડ્સ (અતુલ બેકરી) જાસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, ૧૫૦ રિંગ રોડ, હોલ વ્હીટ બ્રેડ સ્થળ- અંબિકા ફૂડ્સ (અતુલ બેકરી) જાસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, ૧૫૦ રિંગ રોડ, મીઠી ચટણી (લુઝ) સ્થળ- ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, મંજૂલતીર્થ એપાર્ટમેન્ટ, દુકાન નં. ૦૧, રામકળષ્ણ રોડ, નમકીન ઘૂઘરા (પ્રિપેર્ડ-લુઝ)ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, મંજૂલતીર્થ એપાર્ટમેન્ટ, દુકાન નં. ૦૧, રામકળષ્ણ રોડ, પનીર અંગારા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી., વ્/૦, ગ્રાન્ડ રિજન્સી, ઢેબર રોડ, ચોળી મસાલા સબ્જી (પ્રિપેર્ડ-લુઝ) પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી., વ્/૦, ગ્રાન્ડ રિજન્સી, ઢેબર રોડ રાજકોટ ખાતે થી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
(4:01 PM IST)










