News of Tuesday, 1st July 2025
સ્માર્ટ સીટી-પરસાણા ચોક-રામવન તથા અતુલ સર્કલ વિસ્તારના રસ્તાઓ ૬૮ કરોડના ખર્ચે ટનાટન બનશે
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ ૬૩ દરખાસ્ત સ્માર્ટ સીટીથી કટારીયા ચોક-અમુલ સર્કલથી હાઇવે-રામવન તથા પરસાણા ચોકથી કણકોટ સુધીના રસ્તાઓ ડેવલપ કરાશે : એવીપીટીઆઇ કોલેજ પાછળ એસ્ટ્રોન નાલા સુધી જામનગર રોડ વિસ્તારમાં વરસાદી પાણી નીકાલ લાઇન નાખવા, વિવિધ બગીચાઓમાં સાધનો રીપેરીંગ, જાળવણી, પારડી રોડ પર ફાયરસ્ટેશન તથા સ્ટાફ કવાર્ટર્સ બનાવવા સહિતના વિકાસકામોના નિર્ણય કરાશે : મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા સામે પ્રિપેન્શન ઓફ મની લોન્ડરિંગ ગુન્હાની તપાસ માટે મંજુરીની દરખાસ્ત

રાજકોટ તા.૧: શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તા સહિતના વિવિધ વિકાસકામોની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સ્માર્ટ સીટીથી કટારિયા ચોકડી, વોર્ડ નં.૧૫માં અમુલ સર્કલથી નેશનલ હાઇવે તેમજ રામવન (ગેઇટ નં.ર)ની મનપાની હદ સુધી પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી ૨૪ મી. ટી.પી. સહિતના વિવિધ રોડ ૬૮ કરોડના ખર્ચે ડેવલપ કરવા, વોર્ડ નં.૭માં એસ્ટ્રોન નાલા પાસે વરસાદી પાઇપલાઇન નાખવા, તત્કાલીન ટાઉનપ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા સામે પ્રિપેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટની જોગવાઇની તપાસ માટે મંજુર મેળવવા સહિતની ૬૩ દરખાસ્તો અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડિગ કમિટીમાં નિર્ણય કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિગ કમિટી બેઠક આવતીકાલે ર જુલાઇના બપોરના ૧૨ કલાકે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં કમિશનર વિભાગમાંથી અલગ-અલગ પ્રોજેકટ સહિતની ૬૩ દરખાસ્તો અંગે નિર્ણય થશે. જેની માહિતી આ મુજબ છે.
સ્માર્ટ સીટીથી કટારીયા ચોક સુધીનો રોડ ફોરલેન થશે
મહાનગરપાલિકા- વેસ્ટઝોન હેઠળનો ૧૫૦ ફુટ રીંગ રોડ-ર (સ્માર્ટ સીટીથી કટારીયા ચોક- કાલાવડ રોડ) ડેવલપ કરવા (પેકેઝ-ર)ના કામે કુલ રૂા.૩૯,૬૭,૯૦,૯૦૫ તથા પ્રવર્તમાન ૧૮.૦૦ % જી.એસ.ટી. વિગેરે સહિત આ કામે કુલ રૂા.૪૬,૮૫,૦૦,૦૦૦ નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે ૩૯૦૦ રનીંગ મીટરમાં રસ્તાને ડેવલપ કરવામાં આવશે. જેમાં બંને તરફ ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તથા ત્રણ પાઇપ કલવર્ટના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે પાંચ લાખ લોકોને ફાયદો થશે. આ કામનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ. જેમાં બે એજન્સીએ રસ દાખવેલ. એલ૧ એ ૨.૫૨ ટકા વધુ ભાવ રજુ કરતા આ કામે ૪૪.૭૮ કરોડના ખર્ચે થશે.
વોર્ડ નં.૧૫માં વિવિધ રસ્તાઓ ડેવલપ થશે
મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માં અમુલ સર્કલથી નેશનલ હાઇવે (NSIC ROAD ) તેમજ રામવન રોડ પર ગરૂડ ગેટ (ગેટ નં.૨)થી આર.એમ.સી.ની હદ સુધી રોડને ડેવલપ કરવાના કામે જી.એસ.ટી. સહિત કુલ રૂા.૧૪,૭૬,૭૮,૦૦૦ નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ અને આ કામે કુલ રૂા.૧૨,૫૧,૫૦,૭૭૭ (જી.એસ.ટી. સિવાય)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે. આ કામે આશરે ૬૦૫૦૦.૦૦ ચોરસ મીટરમાં રોડ ડેવલપ કરવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. ટેન્ડરમાં એલ ૧એજન્સીઓએ ૦.૪૫ ટકા ઓછા ભાવ દર્શાવતા આ કામે કુલ રૂા.૧૪,૭૦,૧૩,૩૬૭નું ખર્ચ થશે.
વોર્ડ નં.૧૧માં રસ્તો ડેવલપ થશે
મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી ૨૪.૦૦ મીટર ટી.પી. રોડ ડેવલપ કરવાના કામે કુલ રૂા.૭,૫૧,૦૫,૨૭૯ તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી સહિત આ કામે કુલ રૂા.૮,૮૬,૨૪,૫૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે ૨૧૫૦.૦૦ રનીંગ મીટરમાં રસ્તાને ડેવલપ કરવાના કામનો સમાવેશ થયેલ છે. તેમજ આ કામે રૂા.૭,૫૧,૦૫,૨૭૯ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ. આ કામે એલ ૧ એજન્સીએ ૧.૮૧ ટકા ૩.૧૫ ટકા ઓછા ભાવ આવતા આ કામનો કુલ ખર્ચ રૂા.૮.૫૮ કરોડનો ખર્ચ થશે.
ઉપરોકત આ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા તેમજ ૧૫૦ ફૂટ રીંગ રોડ માટે સફાઈ કામદારોની નિમણુંક તથા વેસ્ટઝોન હેઠળ આવતા તમામ ૬ વોર્ડમાં ડામર કામ તથા ગાંડીવેલ દૂર કરવા માટે બે નંગ વેડા હાર્નેશ મશીનની ખરીદી તેમજ વોર્ડ નં. ૧૧ માં ફરસાણા ચોકથી કણકોટ ગામ સુધીના ૨૪ મીટરના રોડને ડેવલોપ કરવા તથા ન્યારા ગામ ખાતે ૩૪૨.૭૨ લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસ તૈયાર કરવા અને રેસકોર્સ સંકૂલમાં નવનિર્માણ થયેલ આર્ટ ગેલેરી માટેની ડિપોઝીટ તેમજ ભાડાના દર નકકી કરવા સહિતની દરખાસ્તનો સમાવેશ થાય છે.(૨.૧૯)
પારડી રોડ ઉપર ર૧.પપ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન સ્ટાફ કવાટર્સ બનશે
રાજકોટ : મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૭ માં વિરાટનગર, પારડી રોડ પર આવેલ ર્ી રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનાં ટી.પી. સ્કીમ નં.૫(રાજકોટ), અંતિમ ખંડ નં.૨૫૯ માં ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સ બનાવવાનાં કામે GST વિગેરે સહિત રૂ.૨૩,૫૦,૦૦,૦૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજીત ૧૭૦૦.૮૯ ચો.મી. એરીયામાં બેઝમેન્ટ તથા G+7 માળનું ફાયર સ્ટેશન સ્ટાફ કવાટર્સ સાથે બનાવવાનો સમાવેશ થયેલ છે. જેમાં ફાયર સ્ટેશનને લગત સગવડતાઓ સાથે 2BHK - ૪૬ તથા 3BHK - ૪ સ્ટાફ કવાટર્સ સહીતનાં કામનો સમાવેશ થાય છે. આ કામે ૬ એજન્સીએુ રસ દાખવ્યો હતો. જેમાં એલ-૧ એ ૬.૭૦ ટકા ઓછા ભાવ આપ્યા હતા. આ કામનો કુલ ખર્ચ રૂા. ર૧.પપ કરોડ થશે.
આ ભાવિ સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સ પ્લોટ વિસ્તાર ૧૭૦૦.૮૯ ચો.મીટર, પ્લીન્થ વિસ્તાર ૯૦૦.૦૦ ચો.મીટર, બિલ્ટઅપ એરીયા ૯૦૦૦.૦૦ ચો.મીટરમાં બનશે. જેમાં બેઝમેન્ટઃ કવર્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર કવર્ડ ટેન્ડર પાર્કિંગ એરીયા, કંટ્રોલ રૂમ, એડમીન, ૩-ઓફિસ, લેડીસ-જેન્ટસ ટોઇલેટ, ફર્સ્ટ ફલોરઃ ર-સ્ટાફ રૂમ, ર-રેસ્ટ રૂમ, ર-ર બીએચકે કવાર્ટર, સેકન્ડ ફલોરઃ ૪-૩ બીએચકે સ્ટાફ કવાર્ટર, ૪-ર બીએચકે કવાર્ટર તથા થર્ડ ફલોરથી સેવનથ ફલોરઃ ૮ ર-બીએચકે સ્ટાફ કવાર્ટર સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.(૪.૨૭)
વેસ્ટઝોનના ૬ વોર્ડમાં રોડ-રસ્તાના કામની એજન્સી વામણી : પેટામાં જુના ભાવે કામ આપવા દરખાસ્ત
શહેરના વોર્ડ નં. ૧,૮,૯,૧૦,૧૧ અને ૧રમાં ડામર તથા રિ-કાર્પેટ થશે
રાજકોટઃ ચોમાસા દરમિયાન તુટેલા રોડ રસ્તાઓ રિકાર્પેટ કરવા માટે એક સાથે વેસ્ટઝોનના આઠ વોર્ડનું કામ ક્લાસિક પ્રા. લીમીટેડને આપવામાં આવે બે વર્ષનો કોન્ટ્રાક્ટ રૂા. ૧.૦૪ કરોડના ખર્ચે અપાયેલ પરંતુ એજન્સી દ્વારા છ વોર્ડનું કામ એક સાથે સમયસર પૂર્ણ ન થતાં અને રોડ રસ્તા ધોવાઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા તંત્રએ તાબળતોબ નિર્ણય લઈ આ કામ એ જ ભાવથી બે એજન્સીએ પેટામાં આપવાનો નિર્ણય લીધો છે. અબજો રૂપિયાના કામમાં તેમજ ડામર કામમાં મોટી મલાઈ મળતી હોય તેમાં એક એજન્સીને કામ આપવામાં આવેલ પરંતુ તુટેલા રોડ રસ્તાનો ઉહાપો બોલતા તંત્રએ નાછુટકે બે એજન્સીને પેટા કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લીધો છે અને અધિકારીઓને દરખાસ્ત તૈયાર કરી તાબળતોબ સ્ટેન્ડીંગમાં રજૂ કરવાનો આદેશ કરતા આવતી કાલની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વોર્ડ નં. ૧,૮,૯,૧૦,૧૧ અને ૧ર રસ્તા ડામર કાર્પેટ, રી-કાર્પેટ કામ કરાવમાં આવશે.
(4:09 PM IST)










