<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

શ્રી રામ ગ્રુપ અને સાહેલી ગ્રુપ દ્વારા શનિવારે પ્રથમ સમુહલગ્નઃ ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

શ્રીજી ગૌશાળા ખાતે આયોજનઃ કરીયાવરમાં ૧૩૫ થી વધુ વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ શ્રી રામ ગ્રુપ તેમજ સાહેલી ગ્રુપ દ્વારા આયોજીત પ્રેમનું પાનેતર પ્રથમ સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરેલ છે. તા.૦૫ શનિવારે જામનગર રોડ ઉપર આવેલ શ્રીજી ગૌશાળા ખાતે સમુહલગ્નું આયોજન રાખેલ છે. કરીયાવરમાં દીકરીઓને ૧૩૫ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે. તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આશીષ પુજારાઃ૯૮૨૫૩ ૦૦૩૩૩, જીતાબેન દતાણીઃ૯૯૨૪૭ ૫૩૭૨૨, સોનાબેન આંધીયા, ધવલ પાબારી, વિશાલ કેશરીયા, અમીતભાઈ જસાણી, નિલેષભાઈ ખખ્‍ખર નજરે પડે છે.

(12:11 PM IST)