<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજકોટ જિલ્લા પંચાયતના અત્‍યાધુનિક ભવનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં

રાજકોટઃ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) આનંદુ સુરેશ ગોવિંદે રાજકોટ જિલ્લા પંચાયતના નિર્માણાધીન અત્‍યાધુનિક ભવનની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામકાજનું નિરીક્ષણ કર્યું હતું. ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદે ચોમાસાની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, કામદારોની સલામતી સુનિヘતિ કરવા અને બાંધકામની ગુણવત્તા જાળવી રાખીને ઝડપથી કામ પૂર્ણ કરવા અધિકારીઓ અને એજન્‍સીને કડક સૂચનાઓ આપી હતી.  જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળની ભાજપ સરકાર ગ્રામીણ વિકાસ, આત્‍મનિર્ભર ગામો, સશક્‍ત અને સમર્થ ગામોની કલ્‍પનાને સાકાર કરવા સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર ગામડાઓને આધુનિક સુવિધાઓ સાથે આત્‍મનિર્ભર, સશક્‍ત અને સમળદ્ધ બનાવવા માટે વિવિધ જન કલ્‍યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનો લાભ જન-જન સુધી પહોંચાડી રહી છે.  પ્રમુખશ્રી અને ડીડીઓએ બાંધકામ વિભાગના અધિકારીઓ અને એજન્‍સીના જવાબદાર વ્‍યક્‍તિઓ સાથે મળીને રાજકોટ જિલ્લા પંચાયત ભવનના નવા બાંધકામનું નિરીક્ષણ કર્યું.  રૂ.૩૬.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલું આ ચાર માળનું ભવન કુલ ૧૪,૦૦૦ ચોરસ મીટર વિસ્‍તારમાં ફેલાયેલું છે. ગયા ડિસેમ્‍બરમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયેલું ગુજરાતનું આ બીજા નંબરનું સ્‍ટેટ ઓફ ધી આર્ટ ભવનૅ તમામ આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ હશે. આ નિરીક્ષણ દરમિયાન પ્રવિણાબેન રંગાણી સાથે આનંદુ સુરેશ ગોવિંદ, કાર્યપાલક ઇજનેર એસ.આર. પટેલ અને નાયબ કાર્યપાલક ઇજનેર શિવાંગ ચૌધરી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:10 PM IST)