તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
માધવ શરાફી મંડળીના ૨૭માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ૧૫મી જુલાઇએ ‘‘માધવ મધુરમ'' કાર્યક્રમ
સ્વ. રૂપાબેન શીલુના જન્મદિનને યાદગાર બનાવાશેઃ સભાસદો અને મહેમાનો માટે કાર્યક્રમ

રાજકોટઃ માધવ શરાફી સહકારી મંડળીના ૨૭માં સ્થાપના દિન નિમીત્તે તા. ૧૫ જુલાઈ ૨૦૨૫ મંગળવારે રાત્રે હેમુ ગઢવી હોલ ખાતે સાત્વિક અને સૌમ્ય પ્રકારનો પરિવાર સાથે માણી શકાય એવો માધવ મધુરમ સમારંભ યોજાનાર છે. ફકત માધવના સભાસદો તથા આમંત્રિત મહેમાનો માટે જ કાર્યક્રમ હોવાનું જણાવાયું છે.
સભાસદો માટે પ્રવેશપાસનું વિતરણ કાર્યાલય પરથી ચાલુ થઈ ગયેલ છે. તો દરેક સભાસદોએ પ્રવેશપાસ સંસ્થાના કાર્યાલય માધવ ભવન અક્ષર માર્ગ, એસ.બી.આઈ.બેંક સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે થી મેળવી લેવા સંસ્થાના ચેરમેન ડો. પ્રકાશ મોઢાએ જણાવ્યું છે. બરાબર આઠના ટકોરે હેમુ ગઢવી હોલમાં આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી.
માધવના પૂર્વે ડીરેક્ટરશ્રી સ્વ. રૂપાબેન શીલુ નો જન્મ દિવસ ૧૫ જુલાઈ છે. તેઓશ્રી એ સ્થાપનાકાળથી આજ સુધીની માધવની વિકાસયાત્રામાં કરેલ અમૂલ્ય યોગદાન યાદ કરી દર વર્ષે સ્થાપના દિન ૧૫ જુલાઈ ના દિવસે ઉજવવાનો નિર્ણય લઈ બોર્ડે ઓફ ડિરેક્ટર્સ દ્વારા ખરા અર્થેમાં રૂપાબેનને કાયાંજંલિ આપી છે.
માધવ શરાફી સહકારી મંડળી લી. આજ સુધી ડોકટરોની મંડળી તરીકે ખ્યાત હતી હવે શ્રેષ્ઠ ભેટ આપતી મંડળી તરીકે પ્રખ્યાત હોવાનું જણાવાયું છે.
માધવના જરુરીયાત વાળા સભાસદો માટે સરળ અને ઝડપી ધિરાણ, થાપણદારો માટે આકર્ષેક વ્યાજ દર, કોઈ પણ જાતના પ્રોસેસીંગ ચાર્જ વગર માત્ર ૩૦ મીનીટમાં રૂ. પ લાખ સુધીનું સોના ધિરાણ (ગોલ્ડ લોન), દર વર્ષે ગળહ ઉપયોગી, વિકલ્પો સાથેની, વાર્ષિક સભાસદ ભેટ, મહત્તમ ૨૦% ડીવીડન્ડ તથા મનોરંજક વાર્ષિક ઉત્સવ સભાસદોના અચલ વિશ્વાસનું કેન્દ્ર બની રહયુ હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
આ ક્રાયક્રમને સફળ બનાવવા ડો. એન. ડી. શીલુ(એમ.ડી), ડો. પ્રકાશ મોઢા(ચેરમેન), ડો. કેતન બાવીશી (વાઈસ ચેરમેન), ડો. તત્સ જોષી, તેજશભાઈ પંડયા, ભાસ્કરભાઈ રાજયર્ગુ, જયંતીભાઈ રાજકોટીયા, એન. સી. બરછા, મહેશભાઈ શીલુ, ડો. મિતાબેન ઓઝા, શ્રીમતી કલ્પનાબેન શુકલ તેમજ મોરબી શાખાના ડો. વિજય ગઢીયા, બોટાદ શાખાના ચિરાગ મહેતા, ધોરાજી શાખાના રણછોડભાઈ વઘાસીયા, મહિલા શાખાના સોનલબેન આખજા તથા દક્ષાબેન રાજયગુરુ જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:13 PM IST)










