તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજયભાઇ રૂપાણીનું નામ આપવા માંગ
રેખાબેન સાગરકા દ્વારા વડાપ્રધાનને પત્ર

રાજકોટ, તા.૩: પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજયભાઈ રૂપાણીના વ્હાલસોયા નાતાની યાદગીરીરૂપે તેમની સ્મૃતિને કાયમ રાખવા ‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ'ને ‘વિજયભાઇ રૂપાણી ' નામકરણ કરવા શહેર ભાજપ કાર્યકર અને માંધાતા ગ્રુપના મહામંત્રી રેખાબેન સાગરકાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરી છે.
પોતાની કોઠાસૂઝ અને કઠોર પરિશ્રમથી વિજયભાઈ રૂપાણીએ પોતાના સરળ,સરળ અને સંવેદનશીલ સ્વભાવથી રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરવાની સાથોસાથ કાર્યકર્તા અને લોકોમાં પણ અનેરી લોકચાહના હાંસલ કરી હતી. આ ઉપરાંત પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી અનેક સેવાકાર્યોની સરવાણી વહાવી હતી. તેમાંયે મુખ્યમંત્રીકાળ દરમ્યાન રાજકોટને નવું બસ સ્પોટ, અટલ સરોવર, ન્યુ રેસકોર્ષ, સૌની યોજના, રાજકોટના આંગણે એઈમ્સ જેવા અનેકવિધ વિકાસકાર્યોની ભેટ અર્પણ કરી પોતાના માદરે વતન રાજકોટ પર વ્હાલ વરસાવ્યું હતું, તેમજ ‘સૌની યોજના' દ્વારા સૌરાષ્ટ્રના ગામેગામ પાણી પહોંચાડયું હતું.
ત્યારે રાજકોટ સાથે અતૂટ નાતો ધરાવતા સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મળતિને કાયમ રાખવા હિરાસર ખાતે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને ‘વિજયભાઈ રૂપાણી' નામકરણ કરવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગળહ મંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે.રામમોહન નાયડુજીને રજૂઆત કરવામાં આવેલ હોવાનું રેખાબેન કે સાગરકા મો.(૯૦૯૯૯૪૦૩૪૦)ની યાદીમાં જણાવાયું છે.
(2:16 PM IST)










